Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

પ્રતિબંધિત PUBG મોબાઈલ ગેમ ભારતમાં કરશે વાપસી : માઈક્રોસોફ્ટ સાથે કરશે ભાગીદારી:જાહેરાત થવા સંભવ

રિલાયન્સ જિયો અને ભારતી એરટેલ સાથે પબ્લિશિંગ રાઇટને લઇને વાતચીત

નવી દિલ્હી : PUBG મોબાઈલ ગેમ પર હાલ ભારતમાં સંપૂર્ણ પ્રતિબંધ છે તેના તમામ સર્વર બંધ છે અને આ ગેમ પહેલાથી ઇન્સ્ટોલ્ડ ફોનમાં પણ નહીં રમાઇ શકાતી.ત્યારે હવે તે પરત ફરી શકે છે.એક  અહેવાલ મુજબ કંપની ગ્લોબલ ડેટા ક્લાઉડ સર્વિસ સાથે વાતચીત કરી રહી છે, જેથી ભારતમાં ડેટા લોકલાઇઝેશનને લઇને કામ કરી શકાય.કહેવામાં આવી રહ્યું છે કે પબ્જી મોબાઇલની પેરેન્ટ કંપની Krafton/Bluehole ટૂંક સમયમાં Microsoft Azure સાથે પાર્ટનરશિપની જાહેરાત કરી શકે છે.Microsoft Azure ક્લાઉડ કોમ્પ્યૂટિંગ પ્લેટફોર્મ છે અને કંપનીને આશા છે કે આ સર્વિસ સાથે પાર્ટનરશિપ કરી ભારતમાં લોકલાઇઝેશનના નિયમનું પાલન કરી શકશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ભારતમાં PUBG Mobile ગેમના ડેટા અને આમ પણ કહી શકાય કે સંપૂર્ણ ડેટા ચીની કંપની Tencent મેનેજ કરી રહી છે. પરંતુ હવે ટેન્સેન્ટે તેનો સર્વર શટડાઉન કર્યો છે.રિપોર્ટ મુજબ Krafton Inc અને માઇક્રોસોફ્ટ Azure વચ્ચેની ડીલમાં PUBG Mobile અને PUBG Mobile Lite સામેલ છે. એટલે દિવાળી સુધી ભારતમાં કંપની ફરી Pubg Mobile અને Pubg Mobile Lite પરત લાવી શકે છે.

 રિપોર્ટ્સ પર વિશ્વાસ કરીએ તો આ વખતે PUBG Mobile ગેમનો ડેટા માઇક્રોસોફ્ટના Azure પર સ્ટોર કરવામાં આવશે અને કંપની ડેટા લોકાલાઇઝેશનને પણ ફોલો કરશે.જોકે અત્યારે પણ PUBG તરફથી એ જણાવવામાં નહીં આવ્યું કે ભારતમાં કોની સાથે પાર્ટનરશિપ કરશે. Microsoft Azure તો ડેટા માટે છે, પરંતુ કંપનીને ભારતમાં ફરીથી આવવા માટે પબ્લિશર પણ જોઇએ.

તાજેતરના રિપોર્ટમા કંપની રિલાયન્સ જિયો અને ભારતી એરટેલ સાથે પબ્લિશિંગ રાઇટને લઇને વાતચીત કરી રહી છે. એવા પણ સમાચાર હતા કે કંપની Ali Baba બેક્ડ કંપની Paytm સાથે પણ વાતચીત કરી રહી છે.

PUBG Corporation તરફથી અત્યાર સુધી આ અંગે કઇ પણ આધિકારીક નથી કર્યું. પરંતુ આવતા અઠવાડિયા સુધી આશા છે કે કંપની તરફથી મોટી જાહેરાત કરી શકાય છે.

(7:59 pm IST)