Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

કાલે મતગણતરી થાય અને પરિણામ આવે તે પહેલા બિહારમાં તેજસ્‍વી યાદવને સમર્થકોએ મુખ્‍યમંત્રી બનાવી દીધાઃ બેનર-પોસ્‍ટર લગાવીને શૂભેચ્‍છા પાઠવી

પટણા: બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામ 10 નવેમ્બરે 8 વાગ્યાથી આવવાના શરૂ થઇ જશે પરંતુ એક્ઝિટ પોલમાં મળનારી સફળતા બાદ આરજેડીના કાર્યકર્તાઓનો આત્મવિશ્વાસ વધારી દીધો છે. તેજસ્વી યાદવના જન્મદિવસે તેમના સમર્થક બિહારના મુખ્યમંત્રી કહીને તેમણે શુભેચ્છા પાઠવી રહ્યા છે.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, બિહારના અલગ અલગ જિલ્લામાં આરજેડીના કાર્યકર્તા બિહારના નવા યુવા મુખ્યમંત્રીના નામથી શુભેચ્છા આપતા બેનર અને પોસ્ટર લગાવી દીધા છે.

આ વચ્ચે આરજેડીના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરીને લખવામાં આવ્યુ છે કે, “તમામ શુભચિંતકો અને સમર્થકોને વિનમ્ર અનુરોધ છે કે વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવજીને પોતાના જન્મદિવસને સાદગીથી મનાવવાના નિર્ણયનું સમ્માન કરતા તમે ઘરે જ રહો અને ઘરે આવીને વ્યક્તિગત રીતે શુભેચ્છા આપવાથી બચો. 10મીએ મતગણનામાં પોતાની સજાગ ઉપસ્થિતિ વિસ્તારમાં બનાવી રાખો.

એક્ઝિટ પોલ જો હકીકતમાં બદલાયા તો રચશે ઇતિહાસ

બિહારમાં વિધાનસભા ચૂંટણી ત્રણ તબક્કામાં પૂર્ણ થઇ ગઇ છે. મોટાભાગના એક્ઝિટ પોલમાં મહાગઠબંધન સત્તામાં વાપસી કરતા જોવા મળી રહ્યા છે. કાલે આવનારા પરિણામો જો હકીકતમાં બદલાય છે તો તેજસ્વી યાદવ બિહારના સૌથી યુવા મુખ્યમંત્રી બનશે. જો મહાગઠબંધનને સફળતા મળે છે તો તેજસ્વીને કાલે શાનદાર અને ઐતિહાસીક ભેટ મળશે. કારણ કે 31 વર્ષની ઉંમરમાં બિહારના મુખ્યમંત્રી બને છે તો તે અત્યાર સુધી કોઇ પણ રાજ્યના સૌથી યુવા મુખ્યમંત્રી બનીને દેશમાં ઇતિહાસ રચશે.

(4:59 pm IST)