Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

શેરબજારે એક જ સપ્તાહમાં રોકાણકારોને બખ્ખા કરાવી દીધાઃ ૧ લાખના રોકાણ બદલ મળ્યા રૂપિયા ૧.૨૭ લાખ

મુંબઈઃ દિવાળીનો મહિનો શેરબજાર માટે શુકનવંતોઃ દિવાળી પહેલા જ રોકાણકારો માલામાલઃ ૨ નવેમ્બરથી બજારમાં તેજીઃ વિકલી તેજીના આધાર પર કેટલાક શેરોમાં ૨૭ ટકાનો ઉછાળોઃ એટલે કે એક સપ્તાહમાં રોકાણકારોને ૧ લાખના નિવેશ પર મળ્યા ૧.૨૭ લાખ રૂપિયાઃ ઈન્ડસ બેન્ક ૨૭ ટકા, શ્રી રામ ટ્રાન્સ. ૨૦ ટકા, બજાર ફાઈ. ૧૭ ટકા, બંધન બેન્ક ૧૬ ટકા, આઈસીઆઈસીઆઈ૧૬ ટકા, એસબીઆઈ ૧૫ ટકા, ડીસીબી ૧૩.૫ ટકા, પીવીઆર ૧૩ ટકા, એકસીસ ૧૩ ટકા, મધરસન ૧૨ ટકા વધ્યા છેઃ ૬ દિવસમાં રોકાણકારોની મિલ્કત ૮ લાખ કરોડ વધી છેઃ બેન્ક, ફાયનાન્સ અને મેટલના શેરોમાં તેજી

 

(3:13 pm IST)