Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

આઇપીએલ બાદ હવે દુબઇમાં ફરી ક્રિકેટનો મહાસંગ્રામ

મુળ રાજકોટનાં દુબઇ સ્થાયી થયેલા પ્રિતેશભાઇ અનડકટ અને કલાસિક કોન્સેપ્ટવાળા સોનલબેન રાવલ દ્વારા ભવ્ય આયોજન : તા. ૧ થી ૧૦ ડિસેમ્બર દરમિયાન ૬ ટીમો વચ્ચે વિશ્વના ટોપ કક્ષાનાં સ્ટેડીયમમાં ટકકરઃ ફાઇનલમાં ગુલશન ગ્રોવર હાજરી આપશેઃ ટપુ-ભવ્ય ગાંધી ક્રિકેટ રસિકોને જુસ્સો ચડાવશેઃ કોમેન્ટરી એકટર ડાયરેકટર સન્ની પંચોલી અને તકસ રાવલ આપશે

રાજકોટ તા. ૯ : દુબઇ ખાતે હાલ આઇ.પી.એલ.ની ટુર્નામેન્ટની ફાઇનલ મેચનું કાઉન્ટ-ડાઉન શરૂ થઇ ગયું છે ત્યારે આઇ.પી.એલ. ખતમ થયા બાદ આઇ.પી.એલ.ની  મેચો જયા રમાઇ રહી છેતેજ સ્ટેડીયમમાં ફરી ક્રિકેટનો મહાસંગ્રામ મુળ રાજકોટના અને હાલ દુબઇ સ્થાયી થયેલા પ્રિતેશભાઇ અનડકટ અને સોનલબેન રાવલના સંયુકત આયોજન હેઠળ યોજાઇ રહ્યો છે.

કિચન ઇકવીપમેન્ટ વાળા પ્રિતેશભાઇ અનડકટ અને કલાસિક કોન્સેપ્ટ વાળા સોનલબેન રાવલ દ્વારા આયોજીત આ ક્રિકેટ મહાસંગ્રામનો પ્રારંભ ૧ ડીસેમ્બરના રોજ થશે ફાઇનલ મેચ ૧૦ ડીસેમ્બરે યોજાશે.

ફાઇનલ મેચમાં હિન્દી સિને જગતના વિખ્યાત એકટર ગુલશન ગ્રોવર ખાસ હાજરી આપી વિજેતા ટીમને ટ્રોફિ આપશે જયારે ૩ ડીસેમ્બરના રોજ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના પૂર્વ ફેસમ કલાકર ટપુ (ભવ્ય ગાંધી) હાજરી આપશે.

કોમેન્ટરી આપવા માટે એકટર ડાયરેકટર સન્ની પંચોલી તેમજ તકસ રાવલ ખાસ ઉપસ્થિત રહેશે.

આ ટુર્નામેન્ટમાં કુલ ૬ ટીમો ભાગ લેશે આ ટીમો વચ્ચે ૧૬ મુકાબલા થશે. આ મહાસંગ્રામની વિશેષતા એ છે કે બધા મેચો વિશ્વના ટોપ કક્ષાના સ્ટેડીયમ જેમાં દુબઇ ઇન્ટરનેશન ક્રિકેટ સ્ટેડીયમ અને આજમાનના ઇડન ગાર્ડન ક્રિકેટ સ્ટેડીયમમાં યોજાશે.

આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને ૪ લાખ અને રનર્સ અપ ટીમને ર લાખ તેમજ મેન ઓફ ધ મેચને દસ હજાર આપવામાં આવશે.

પ્રિતેશભાઇ અન્નડકટ અવાર-નવાર ક્રિકેટ ટુર્નામેન્ટનું દુબઇ ખાતે આયોજન કરી દુબઇમાં વસતા ગુજરાતીઓને પ્રોત્સાહન પુરૃં પાડે છે.

જો કોઇ ટીમને હજાુ ભાગ લેવો હોય તો તેમણે પ્રિતેશભાઇ અન્નડકટનાં દુબઇનાં મો. નં. +૯૭૧પ૦પ૦૮૧૯૩ પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.

આ ક્રિકેટ મહાસંગ્રામનાં તમામ મુકાબલા ર૦/ર૦ ઓવરનાં રહેશે.

પ્રિતેશ અનડકટની કેપ્ટનશીપ હેઠળ મેદાનમાં ઉતરશે

રાજકોટ, તા. ૯ :  ''રાજકોટ થંડર'' ટીમ કેપ્ટન પ્રિતેશ અનડકટની આગેવાનીમાં મેદાનમાં ઉતરશે.

(૧) પ્રિતેશ અનડકટ -કેપ્ટન

(ર)  બંટી નંદી - વાઇસ કેપ્ટન

(૩)  જતીન પટેલ

(૪)  આશિફ મામતી

(પ) મોહિત ગોરણીયા

(૬)  અમિત કક્કડ

(૭)  ભરત જેઠવા

(૮)  કેતન ખંબોજીયા

(૯)  નયન સોની

(૧૦)         વિમલ રાજપરા

(૧૧)         મિતેશ થાનકી

(૧ર) મહેશ થાનકી

(૧૩)         મિતેશ સોની

(૧૪)         હાર્દિક પટેલ

૬ ટીમો વચ્ચે જંગ

રાજકોટ, તા. ૯ :  દુબઇ ખાતે આગામી ૧ ડીસેમ્બરથી યોજાનાર ક્રિકેટ ટુર્નામેન્ટમાં નીચે મુજબની ટીમો ભાગ લેશે.

(૧) રાજકોટ શહેર

(ર)  અમદાવાદ લાયન્સ

(૩) સ્પેડેક્ષ-૧૧

(૪) બરોડા કિંગ્સ

(પ) બોમ્બે ડેક્કન

(૬) સુલતાન ઓફ સુરત

(2:56 pm IST)