Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

યમુના એક્સપ્રેસ વે પર અડધો ડઝનથી વધુ વાહનો ધુમસના કારણે ટકરાયા: 3 લોકોના મોત:ચાર ઘાયલ

હાથરસના ડીએમ અને એસપી ઘટના સ્થળે પહોંચ્યાં: ઘાયલોને આગ્રાની એસ.એન.મેડિકલ કોલેજમાં દાખલ કરાયા

લખનઉ: યમુના એક્સપ્રેસ વે પર સોમવારે સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. મથુરા બોર્ડરના સાદાબાદ વિસ્તારમાં યમુના એક્સપ્રેસ વે પર અડધો ડઝનથી વધુ વાહનો ધુમસના કારણ એક બીજી સાથે ટકરાયા હતા. આ ભયંકર અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે 4 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને આગ્રાની એસ.એન.મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં સારવાર દરમિયાન ગંભીર રીતે ઘાયલ વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

  આ અકસ્માત બાદ હાથરસના ડીએમ અને એસપી ઘટના સ્થળે પહોંચ્યાં હતાઅકસ્માતમાં કુલ ત્રણ લોકોના મોત નીપજ્યા છે. એક્સપ્રેસ વે પર અડધો ડઝનથી વધુ વાહનો ક્રેશ થયા છે. પોલીસ દરેકના પરિવારને જાણ કરી રહી છે. અકસ્માત અંગેની માહિતી મળ્યા બાદ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને યોગ્ય સારવાર આપવા હોસ્પિટલને સૂચના આપી હતી

(12:57 pm IST)