Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

માનવતાને સીમાડા નથી નડતા

ફ્રાન્સથી ૧૦ ભારતીયોના અસ્થી લઇ ઇકબાલસિંહ ભારત આવ્યા

પેરીસ તા. ૯: માનવતા સંબંધ સીમાઓની પરવાહ નથી કરતી. ફ્રાન્સમાં રહેતા એનઆરઆઇ ઇકબાલસિંહ ભટ્ટી એ તે સાબીત કરી બતાવ્યું છે. કોરોના મહામારી દરમિયાન ફ્રાન્સમાં જીવ ગુમાવનાર ૧૦ ભારતીયોના અસ્થીઓ લઇ તેઓ ભારત પહોંચ્યા છે. વિસર્જન માટે અસ્થીઓ મૃતકના પરિજનોને સોંપી આપશે. ભટ્ટી અને તેમના સાથીઓએ ફ્રાન્સની હોસ્પીટલોમાં દાખલ ભારતીય દર્દીઓની સંભાળ કરેલ.

 

ભટ્ટમીએ ર૦૦પમાં એસોસીએશન ઓફ હયુમન રાઇટસ સંસ્થાની સ્થાપના કરેલ. ભટ્ટી જયારે ભારત આવે છે ત્યારે તેઓ ફ્રાન્સમાં મૃત્યુ પામનાર ભારતીયની અસ્થી તેમના પરિવારને સોંપે છે.

(12:54 pm IST)