Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

અમેરિકી ચૂંટણીમાં ૫૭ મુસ્લિમ જીત્યા

૨૪ રાજ્યોમાં ઉમેદવારી કરી રહેલા ૧૧૦ માંથી ૫૭ ઉમેદવારોએ વિજય મેળવ્યો

વોશિંગ્ટન,તા.૯ : અમેરિકામાં મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ કરતા સંગઠને જણાવ્યું હતું કે, દેશમાં રાષ્ટ્રપતિ ચૂંટણીની મતગણતરી દરમિયાન ૫૦થી વધુ અમેરિકન મુસ્લિમ ઉમેદવારો લોકોની સેવા માટે ચૂંટાઇ આવ્યા છે. અમેરિકન-ઇસ્લામિક રિલેશન્સ અંગેનાં કાઉન્સિલ (સીએઆઇઆર), જેટપેક અને એમ પાવર ચેન્જ કહ્યું છે કે, વિવિધ પદો માટે ઉમેદવારી કરી રહેલા ૧૧૦ અમેરિકન મુસ્લિમ ઉમેદવારોમાંથી ત્રીજી નવેમ્બરે પૂરી થયેલી મતદાનની પ્રક્રિયા બાદ ૫૭ મુસ્લિમ ઉમેદવાર એવા છે જેઓએ જીત મેળવી  છે.

અમેરિકાના આવા ૨૪ રાજયો છે જયાં મુસ્લિમ ઉમેદવારો પ્રતિનિધિત્વ કરશે જયારે ૨૦૧૬થી અત્યારસુધી ઓ ચૂંટણીમાં વોશિંગ્ટન, ડીસીમાં સૌથી વધુ મુસ્લિમ ઉમેદવારો જીત્યા છે. કેટલાક રાજયો એવા છે જયાં પ્રથમવાર મુસ્લિમ ઉમેદવાર જીત્યા છે જયારે કુલ ૫૭ માંથી કેટલાક ઉમેદવારોએ તો મતોની લીડમાં પણ ઈતિહાસ રચી દીધો છે. જેટપેકમાં એકિઝકયુટિવ ડાયરેકટર મોહમ્મદ મિસોરીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, મુસ્લિમ ઉમેદવારોએ દેશમાં તથા સમગ્ર વિશ્વમાં ચાલી રહેલા ઇસ્લામોફોબિયાના માહોલને પાછળ રાખીને કટોકટીવાળા ભાગોમાં પણ જીત મેળવી છે અને તેઓ હવે અમેરિકનોના જીવનને અસર કરતી સ્વાસ્થ્ય, અર્થતંત્ર , ક્રિમિનલ લીગલ સીસ્ટમ અને દરેક ક્ષેત્રોમાં પ્રતિનિધિત્વ કરવાનું બીડું ઝડપ્યું છે આ ચૂંટણીમાં ગત ૨૦૧૮માં યોજાયેલી ચૂંટણીઓ કરતા વધુ ૩૦ ઉમેદવારો જીત્યા છે આ પહેલાની પ્રાઇમરી ચૂંટણીમાં ૧૩૪ ઉમેદવારો જીત્યા હતા.

(12:53 pm IST)