Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

NGTનો મોટો નિર્ણય- ખરાબ એર ક્વોલિટીવાળા રાજ્યોમાં 30 મી સુધી ફટકડા ફોડવા પર પ્રતિબંધ

ખરાબ AQIવાળા શહેરોમાં આ અવધિ સુધી આતિશબાજી પ્રતિબંધિત રહેશે.

નવી દિલ્હીઃદિલ્હી-એનસીઆરમાં વધતા વાયુ પ્રદૂષણ ને ધ્યાને લઈ નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલએ મોટો નિર્ણય આપ્યો છે એનજીટી (NGT)એ આદેશ આપતાં દિલ્હી-એનસીઆરમાં 30 નવેમ્બર સુધી ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે બાકી રાજ્યોમાં જ્યાં એર ક્વોલિટી ખરાબ કે ખતરનાક સ્તર પર છે, ત્યાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ હશે.
ટ્રિબ્યૂનલે પોતાના આદેશમાં કહ્યું કે જે રાજ્યોમાં વાયુ પ્રદૂષણ કે એર ક્વોલિટી ઠીક છે, ત્યાં 30 નવેમ્બર સુધી ફટાકડા ફોડી શકાશે. ટ્રિબ્યૂનલે તેની સાથે જ એવું પણ કહ્યું કે ખરાબ AQIવાળા શહેરોમાં આ અવધિ સુધી આતિશબાજી પ્રતિબંધિત રહેશે.

(12:23 pm IST)