Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

મુંબઈ-નાસિક હાઈવે પર પીક-અપ વાન- લક્ઝરી બસ વચ્ચે અકસ્માત:બે લોકોના મોત:આઠ ઘાયલ

વાન ચાલક અને એક પ્રવાસીનું મોત : બસમાં સવાર આઠ લોકોને ઇજા

મહારાષ્ટ્રના મુંબઈ-નાસિક હાઈવે પર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના મોત અને આઠ લોકો ઘાયલ થયા છે.

પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર પ્રવાસીઓથી ભરેલી એક પીક-અપ વાન અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં બે લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે આઠ લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત ગોંડે ગામ નજીક રોટે કંપનીની સામે બન્યો હતો. મૃતકોમાં વાન ચાલક અને એક પ્રવાસીનો સમાવેશ થાય છે. બસમાં સવાર આઠ લોકો ઘાયલ થયા હતા

(11:47 am IST)