Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

કોરોના કાળમાં રાહતકાર્યો કરવા બદલ

સુનીલ શેટ્ટીને મળ્યો 'ભારત રત્ન ડો. આંબેડકર એવોર્ડ'

મુંબઇ,તા.૯ : કોરોના કાળમાં બોલીવુડ સિતારા પણ આગળ આવીને લોકોની મદદ માટે તત્પર હતા. તેમાંના જ એક અભિનેતા છે સુનીલ શેટ્ટી. કોરોના મહામારી દરમિયાન રાહત કાર્યોના યોગદાનને જોતા 'ભારત રત્ન ડો. આંબેડકર પુરસ્કાર'થી સન્માનિત કરવામાં આવ્યા છે.

 મહારાષ્ટ્રના રાજયપાલ ભગત સિંહ કોશ્યારીએ શનિવારે સાંજે રાજભવનમાં સુનીલ શેટ્ટીને આ પુરસ્કાર આપીને સન્માનિત કર્યા. સન્માન સમારોહમાં ૨૫ લોકો હાજર હતા. કોરોના કાળમાં સુનીલ શેટ્ટીએ મુંબઇ ડબ્બાવાળાઓ માટે મોટા પાયે કામ કર્યું. આ સિવાય તેમણે મહિલા સશકિતકરણ અને પ્રાણીઓના કલ્યાણ માટે જાગરૂકતા અભિયાન ચલાવ્યું.

'ભારત રત્ન ડો. આંબેડકર પુરસ્કાર' મળ્યા પછી સુનીલ શેટ્ટીએ કહ્યું કે 'જો વસ્તુઓ યાદ રાખી શકાય છે તે કરો. મદદ કરો અને ભૂલી જાઓ. સ્વીકાર કરો અને હંમેશાં યાદ રાખો.'  નોંધનીય છે કે જૂન-જુલાઇ મહિનામાં સુનીલ શેટ્ટીએ શહેરના ડબ્બાવાળાની મદદ કરી. સાથે જ તેમણે ખોરાકથી ભરેલા ટ્રક પુણે મોકલ્યા હતા.

 જણાવવાનું કે સુનીલ શેટ્ટીએ આ વર્ષે ઇન્ડસ્ટ્રીમાં ૨૮ વર્ષ પૂરા કરી લીધા છે. ૧૯૯૨માં તેમણે ફિલ્મ 'બલવાન' દ્વારા ડેબ્યૂ કર્યો હતો. આ સફરમાં અનેક હિટ ફિલ્મો તેમણે પોતાના કરિઅરમાં સામેલ કરી. અક્ષય કુમાર સાથે તો તેમણે લગભહ એક ડઝન ફિલ્મોમાં જોડી બનાવી. તાજેતરમાં જ સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે જો 'ધડકન ૨' બને છે તો તેમણે અને અક્ષય કુમારે સાથે હોવું જોઇએ.

 વર્ષ ૧૯૯માં સુનીલ શેટ્ટીના કરિઅરમાં 'મોહરા' મોટી હિટ સાબિત થઈ. આમાં તેમની સાથે અક્ષય કુમાર અને રવીના ટંડન હતા. ત્યાર પછી સુનીલ શેટ્ટી 'ગોપી  કિશન'માં ડબલ રોલમાં જોવા મળ્યો. સુનીલ શેટ્ટીની ઇમેજ એક એકશન હીરોની રહી પણ તે દર્શકોને હસાવવામાં પણ સફળ રહ્યા. ફિલ્મ 'હેરા ફેરી', 'યે તેરા ઘર યે મેરા ઘર', 'વેલકમ' અને 'દે દના દન'થી તેમણે લોકોને ખૂબ જ હસાવ્યા પણ છે

(11:35 am IST)