Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

આ લોકો ચોર છેઃ આ ચોરીની ચૂંટણી હતીઃ ટ્રમ્પ

શહેરનું મોટું તંત્ર ભ્રષ્ટાચારમાં લિપ્ત થઈ ચુકયું છે

વોશિંગટન, તા.૯: અમેરિકામાં યોજાયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ એ હારનો સામનો કરવો પડ્યો છે. તો જો બાઇડેન રાષ્ટ્રપતિ પદ  પદ પર જીત હાસિલ કર્યા બાદ ખુબ ઉત્સાહિત છે. ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા કમલા હેરિસ અને જો બાઇડેન આગળની તૈયારીમાં લાગી ગયા છે. તો ડોનાલ્ડ ટ્રમ્પ આ જીતને માનવા તૈયાર નથી. તેઓ આ જીતને બેઇમાનીથી મેળવેલી જીત માની રહ્યાં છે. સતત હુમલો કરી રહેલા ટ્રમ્પે ફરી એકવાર ટ્વીટ કર્યું છે. તેઓ લખે છે કે અમે માનીએ છીએ કે તે લોકો ચોર છે. શહેરનું મોટું તંત્ર ભ્રષ્ટાચારમાં લિપ્ત થઈ ચુકયું છે. આ ચોરીની ચૂંટણી હતી.

ટ્રમ્પે તે પણ કહ્યું, 'બ્રિટનમાં ઓપિનિયન પોલનો સ્ટીક અંદાજ લગાવનારે રવિવારે લખ્યુ કે, આ સ્પષ્ટ રીતે ખોટી રીતે જીતવામાં આવેલી ચૂંટણી છે. સાથે કહેવામાં આવ્યું કે તે વિચારી પણ શકાય નહીં કે તે રાજયોના કેટલાક ભાગમાં બાઇડેન ઓબામાની જીતના આંકડાને પાર કરી ગયા. આ વાતની કયાં કોઈ અસર પડે છે. તેણે જે ચોરી કરવી હતી, તે તેણે ચોરી કરી લીધી.'

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ, આપણે મતો પર પણ ધ્યાન આપવું જોઈએ. આપણે સારણીકરણની પ્રક્રિયાની બસ શરૂઆત કરી રહ્યાં છીએ. આપણે તે આરોપોને પણ જોવા જોઈએ. આપણે મોટી સંખ્યામાં એવા શપથ પત્રોને પણ જોઈ રહ્યાં છીએ જેમાં મતદાન સંબંધિત છેતરપિંડી સામે આવી છે. આ દેશમાં ચૂંટણી સંબંધી સમસ્યાઓનો એક લાંબો ઈતિહાસ છે. આ પહેલા ટ્રમ્પે ટ્વીટમાં લખ્યુ હતુ- ૭ કરોડ ૧૦ લાખ કાયદેસર મત. અમેરિકી ઈતિહાસમાં હાલના રાષ્ટ્રપતિને મળનાર સૌથી વધુ મત.

ડોનાલ્ડ ટ્રમ્પે તે વાતનો પણ આરોપ લગાવ્યો હતો કે મોટી સંખ્યામાં મેલ ઇન બેલેટ્સ નક્કી સમય (રાતે ૮ કલાક) બાદ પણ આવ્યા હતા. તે સમયે તો મતદાન સમાપ્ત થઈ ગયું હતું. ટ્રમ્પે આ વાતની માગ કરી કે મતની ગણતરી ન કરવામાં આવે. તો આ મામલામાં પેન્સિલ્વેનિયાની એક કોર્ટે કહ્યું હતું કે, જો બેલેટ વોટિંગ વાળા દિવસ પહેલા મોકલવામાં આવ્યું તો વોટ ચૂંટણીના દિવસે મતલબ ૩ નવેમ્બરના ત્રણ દિવસ બાદ પણ મળે તો તેની ગણના કરી શકાય છે.

(11:33 am IST)