Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

કોરોનાકાળમાં દેશમાં દારૂનું વેંચાણ ઓછું થયું

પ્રથમ ૬ માસમાં વેંચાણ ૨૯ ટકા ઘટ્યું: આંધ્ર પ્રદેશ, છત્ત્।ીસગઢ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન જેવા રાજયોમાં વેચાણ પર વધુ અસર થઈ છે, કેમકે અહીં ટેકસ વધુ લગાવાયો છે

નવી દિલ્હી,તા.૯:કોરોના કાળમાં દારૂના વેચાણમાં ભારે ઘટાડો આવ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના પહેલા છ મહિનામાં દારુના વેચાણમાં ૨૯ ટકાનો ઘટાડો થયો છે. પહેલા બે મહિના માટે કડક લોકડાઉન દરમિયાન બધું જ બંધ રહ્યું. તે પછી દારુના વેચાણની મંજૂરી મળી, જોકે, રાજય સરકારોએ કોરોના સેસ લગાવ્યો. કોરોના સેસ ઘણા રાજયોમાં ઘણો જ વધુ છે, જેના કારણે કિંમતો વધી ગઈ અને વેચાણ ઘટી ગયું. આ જાણકારી CIABCએ આપી છે.

CIABCના રિપોર્ટમાં કહેવાયું છે કે, આંધ્ર પ્રદેશ, છત્ત્।ીસગઢ, પશ્યિમ બંગાળ, રાજસ્થાન જેવા રાજયોમાં વેચાણ પર વધુ અસર થઈ છે, કેમકે અહીં ટેકસ વધુ લગાવાયો. ડેટા મુજબ, જે રાજયોએ દારુ પર કોરોના સેસ વધુ લગાવ્યો, ત્યાં વાચણમાં વધુ ઘટાડો નોંધાયો.

સપ્ટેમ્બર કવાર્ટરમાં આંધ્ર પ્રદેશમાં ૫૧ ટકા, છત્ત્।ીસગઢમાં ૪૦ ટકા, જમ્મુ-કાશ્મીરમાં ૩૯ ટકા, બંગાળમાં ૨૨ ટકા અને રાજસ્થાનમાં ૨૦ ટકા વેચાણ ઘટ્યાનું નોંધાયું.

CIABCના રિપોર્ટ મુજબ, ચાલુ નાણાકીય વર્ષના સપ્ટેમ્બર કવાર્ટરમાં ભારત બનેલી વિદેશી દારૂ (IMFL)નું વેચાણ ૮.૯૮ ટકા ઓછું થઈને ૭૮૦ લાખ પેટીઓ પર આવી ગયું. ગત વર્ષના આ જ કવાર્ટરમાં ૮૫૭ લાખ પેટી IMFLનાં વેચાણ થયું હતું. એક પેટીનો અર્થ ૯ લીટર દારુ છે. CIABC ભારતીય કેફી પીણા ઉઘોગની ઉચ્ચ એજન્સી છે. જોકે, સપ્ટેમ્બર કવાર્ટર દરમિયાન દારુના વેચાણમાં જૂન કવાર્ટરની સરખામણીમાં સુધારો આવ્યો છે. આંકડા મુજબ, ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન એટલે એપ્રિલથી સપ્ટેમ્બર સુધી દેશભરમાં IMFLનાં વેચાણ ૧,૦ લાખ પેટી રહ્યું છે. તે વર્ષ પહેલા આ જ ગાળામાં ૧,૭૨૦ લાખ પેટીની સરખામણીમાં ૨૯.૦૬ ટકા ઓછું છે.

(11:31 am IST)