Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

છત્તીસગઢના એક શિલ્પકારે બનાવ્યો અનોખો દીવોઃ ૨૪થી ૪૦ કલાક સુધી રહે છે પ્રજવલિત

આ કારીગરની કલાને જોઈને કેન્દ્રીય વસ્ત્ર મંત્રાલયે તમેને નેશનલ મેરિટ પ્રશસ્તિ એવોર્ડ અને ૭૫ હજાર રૂપિયા આપીને સન્માનિત કર્યા

નવી દિલ્હી,તા.૯:  દિવાળીના તહેવાર માટે આખા દેશમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દિવાળીના પર્વમાં દીવડાઓનું ખાસ મહત્વ છે.  દિવાળીમાં દરેકના દ્યરે દીવડાઓ પ્રજવલિત થાય અને તેનાથી અદભૂત રોશની રેલાય છે. અત્યાર બજારમાં જયાં જુઓ ત્યાં અવનવા દીવડાઓ આવી ગયા છે. અનેરી ડિઝાઈન અને રંગબેરંગી દીવડાઓની લોકો ખરીદી કરી રહ્યાં છે. સામાન્ય રીતે માટીથી બનાવેલા દીવડાઓ ૨દ્મક ૩ કલાક સુધી પ્રજવલિત રહી શકે છે. જો વધુ સમય સુધી દીવડો જલાવી રાખવો હોય તો તેમાં વારંવાર તેલ નાખવું પડે છે અને વારંવાર દીવડામાં તેલ પૂરવાનું પણ ભૂલી જવાતું હોય છે. ત્યારે હવે આ સમસ્યાનો તોડ પણ છત્ત્।ીસગઢના એક કારીગરે કાઢી લીધો છે.

આ કારીગરે એવો દીવો તૈયાર કર્યો છે જે લાંબા સમય સુધી આપશે રોશની. છત્ત્।ીસગઢમાં કોંડાગાંવમાં રહેતા એક શિલ્પકારે દિવાળી માટે અનોખો દીવો બનાવ્યો છે. આ શિલ્પકારનું નામ છે અશોક ચક્રધારી. જેમણે ૨૪થી ૪૦ કલાક સુધી પ્રજવલિત રહી શકે તેવો દીવો તૈયાર કર્યો છે. આ દીવામાં ઓટોમેટિક તેલ જરૂર મુજબ આવી રહ્યું છે. જેમ જેમ દીવામાં તેલ ઓછું થાય તેમ તેની જાતે જ તેમાં તેલ પૂરાઈ રહ્યું છે. આ કારીગરની ખાસ સુઝબુઝથી તૈયાર થયેલો દીવો છે. આ દીવાની કિંમત ૨૦૦થી ૨૫૦ રૂપિયા છે. આ દીવડો બનાવનારા કારીગરનું કહેવું છે કે, તેને ૩૫ વર્ષ પહેલાં આવો દીવો જોયો હતો અને તેને યાદ કરીને આ દીવો તૈયાર કર્યો છે.

આ દીવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો. જેનાથી તેમને રાતોરાત સોશિયલ મીડિયા થકી દીવા માટેના ઓર્ડર મળવા લાગ્યા. ત્યારે છેક તેમને ખબર પડી કે, આ વીડિયોને કારણે દીવડો ભારે ડિમાન્ડમાં છે. તેમને રોજ આવા ૫૦થી ૬૦ દીવા તૈયાર કરે છે. આ કારીગરની કલાને જોઈને કેન્દ્રીય વસ્ત્ર મંત્રાલયે તેમને નેશનલ મેરિટ પ્રશસ્તિ એવોર્ડ અને ૭૫ હજાર રૂપિયા આપીને સન્માનિત કર્યા. ૪  ધોરણ સુધી ભણેલા આ કારીગરની કલાગીરી હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે.

(11:29 am IST)