Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

પતિ મુંબઈમાં કામ કરતોઃ પત્નીને દીયર સાથે થયો પ્રેમઃ દીયરે ભાભીનું ગળું કાપી હત્યા કરી

હત્યાના આરોપીની ધરપકડ કરવામાં આવી છે

ગોરખપુર,તા.૯:ઉત્ત્।રપ્રદેશના ગોરખપુર જિલ્લામાં એક આશ્યર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં ખોરાબાર પોલીસ સ્ટેશન વિસ્તારના ડાંગીપર ગામે એક મહિલાની તેના જ દીયરે ગળું કાપી હત્યા કરી દીધી છે. પોલીસને દ્યટનાની જાણ થતા ઘટના સ્થળ પર પહોંચી હતી અને લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. આ બાજુ, હત્યાના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મૃતકનો પતિ મુંબઇમાં રહે છે અને પેઈન્ટ પોલીશ કરવાનું કામ કરે છે. તેમને ત્રણ બાળકો પણ છે.

મળતી માહિતી મુજબ, શનિવારે ડાંગીપાર ગામની રહેવાસી રિંકુ દેવી (૩૮) પત્ની ગુડ્ડુનો મૃતદેહ અર્ધ નગ્ન હાલતમાં મકાનથી આશરે સો મીટર દૂર મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ આ વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશ અંગે પૂછપરછ શરૂ કરી હતી. પોલીસે ટૂંક સમયમાં મૃતકના દીયર મોનુ (૩૫) ની ધરપકડ કરી હતી. પોલીસે પૂછપરછ કરતા આરોપીએ હત્યાનું કારણ પ્રેમ સંબંધ હોવાનું જણાવ્યું છે. મૃતકનો પતિ મુંબઇમાં રહે છે અને પેન્ટ પોલીશનું કામ કરે છે. તેમને ત્રણ બાળકો પણ છે.

આ કેસમાં સી.ઓ. સુમિત શુકલાએ જણાવ્યું હતું કે, મહિલાના દીયરે તેનું ગળું કાપી હત્યા કરી નાખી હતી. કારણ કે, પ્રાથમિક તપાસમાં જયારે અનૈતિક સંબંધોની વાત સામે આવી ત્યારે, પોલીસે મહિલાના દીયરની કડક પૂછપરછ કરતા આ કેસમાં સનસનીખેજ ખૂલાસો થયો હતો. સીઓનું કહેવું છે કે, મૃતક મહિલાના દીયર સાથે ગેરકાયદેસર સંબંધ હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, મહિલા અને દીયર વચ્ચે કંઇક બાબતે વિવાદ થયો હતો. જેમાં ગુસ્સે થઈ જતાં દીયરે ભાભીની ગળુ કાપી હત્યા કરી હતી. હાલ પોલીસે મહિલાને મારવા માટે વાપરવામાં આવેલા હથિયાર, તથા મહિલાનો મોબાઈલ કબ્જે લઈ આરોપીની ધરપકડ કરી છે.

ઉલ્લેખનીય છે કે, આવો જ અનૈતિક સંબંધનો મામલો આજે મહારાષ્ટ્રના થાણે વિસ્તારમાંથી સામે આવ્યો હતો. જેમાં પત્નીનો તેના પ્રેમી સાથેનો પોર્ન વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો-ફરતો પતિના મોબાઈલમાં આવ્યો, આ જોઈ પતિએ ગુસ્સે થઈ પત્નીને ચપ્પાના ઘા મારી હત્યા કરી દીધી અને પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરી દીધુ.

(11:28 am IST)