Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

'પપ્પા' હવે પરાજય સ્વીકારી લ્યો

ટ્રમ્પને સમજાવવા જમાઇ પહોંચ્યા

વોશિંગ્ટન તા. ૯ : યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ તથા તેમના વરિષ્ઠ યુવા સલાહકાર જેરેડ કુશનરે ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના નેતા જો બિડેન સાથે નજીવા મુકાબલામાં મળેલી હારને સ્વીકારવાના સંદર્ભમાં ટ્રમ્પ સાથે વાતચીત કરી છે. ઉલ્લેખનીય છે કે રવિવારે મીડિયા અહેવાલોમાં આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે ટ્રમ્પે અગાઉ એક નિવેદનમાં કહ્યું હતું કે બાયડેન ઉતાવણમાં ખોટી રીતે પોતાને વિજેતા જણાવી રહ્યા છે. અને ચૂંટણીની રેસ હજી પૂરી થઈ નથી.

ટ્રમ્પના નિવેદન બાદ કુશનરે તેમની સાથે મુલાકાત કરી હતી. જો બાઈડન અને કમલા હેરિસના ચૂંટણી પ્રચારના નાયબ અભિયાન મેનેજર કેટ બેડિંગફિલ્ડે જણાવ્યું હતું કે બિડેન અને ટ્રમ્પ વચ્ચે કોઈ વાતચીત થઈ નથી કે બંને પ્રતિનિધિઓ વચ્ચે કોઈ વાતચીત થઈ નથી.

કુશનેરે હાર સ્વીકારવા અંગે ટ્રમ્પનો સંપર્ક કર્યો છે. ઉલ્લેખનીય છે કે રવિવારે પણ અહેવાલ આવ્યો હતો કે કુશનરે રાષ્ટ્રપતિને ચૂંટણી પરિણામો સ્વીકારવાની વિનંતી કરી હતી. સ્થાનીક ખાનગી ચેનલના સૂત્રોએ જણાવ્યું છે કે જો ટ્રમ્પની ચૂંટણી પ્રચાર અહેવાલના પરિણામોને બદલવામાં નિષ્ફળ જશે, તો તેઓ હાર સ્વીકારશે અને શાંતિપૂર્ણ રીતે સત્તા સોંપી દેશે.

(11:27 am IST)