Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

દેશમાં વોટર ટ્રાન્સપોર્ટેશનને વેગ અપાશે : દરિયાઇ માર્ગે પડોશી રાષ્ટ્રો સાથે વ્યાપારની વિપુલ તક:પીએમ મોદી

વર્ચ્યુઅલ માધ્યમથી હજીરા-ઘોઘા રો-પેક્સ સેવાનો પ્રારંભ કરાવતા વડાપ્રધાન મોદી

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી હજીરા-ઘોઘા રો-પેક્સ સેવાનો પ્રારંભ કરતા જણાવ્યું હતું કે, દિવાળી અવસરે ગુજરાતના લોકોને તહેવારનો ઉપહાર છે. સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના લોકોનું વર્ષો જૂનું સપનું સાકાર કર્યું છે. તેમણે હજીરાના નવનિર્મિત પોર્ટ ટર્મિનલનું પણ લોકાર્પણ કર્યું હતું.

મોદીએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં વોટર ટ્રાન્સપોર્ટેશનને વેગ આપવા ફોકસ થઇ રહયું છે. સિસ્ટમ ડેવલપ સાથે ઇન્ફાસ્ટ્રકચરની બેસ્ટ સુવિધા સાથે સિંગલ વિન્ડો સિસ્ટમના સરળીકરણ સાથે કાર્ય થશે, જેથી ખૂબ જ ઝડપથી દરિયાઇ ટ્રાન્સપોર્ટેશનને વેગ મળશે. લોજિસ્ટિક પર થતા ખર્ચને ઘટાડવા દેશ મલ્ટી મોડેલ કનેક્ટિવિટી દિશામાં ઝડપથી આગળ વધી રહયો છે. દરિયાઇ માર્ગે પડોશી રાષ્ટ્રો સાથે પણ વ્યાપારની વિપુલ તકો રહી હોવાનું ઉમેર્યું હતું.

સમૃદ્ર કિનારાના માછીમારોને મદદ માટે અનેક યોજનાઓ બની છે. પ્રધાનમંત્રીમત્સ્ય સંપદા યોજના હેઠળ 20 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે. જેનો લાભ ગુજરાતના લાખો માછીમારોને મળશે. સાગરમાલા પ્રોજેકટ અંતર્ગત 500 પ્રોજેકટ કાર્યરત છે. વોટર ટ્રાન્સપોર્ટ થી લોજિસ્ટિક્સ ખર્ચ ઓછો થશે. સરકારનો પ્રયાસ એક બેસ્ટ ઇકોસિસ્ટમ બનાવવાનો છે. જયાં કાર્ગોની અવિરત હેરફેર થઇ શકે એમ વડાપ્રધાનએ જણાવ્યું હતું.દેશમાં વોટર ટ્રાન્સપોર્ટેશનને વેગ અપાશે : દરિયાઇ માર્ગે

પડોશી રાષ્ટ્રો સાથે   વ્યાપારની વિપુલ તક:પીએમ મોદી

ગ્રેટ--- વર્ચ્યુઅલ માધ્યમથી હજીરા-ઘોઘા રો-પેક્સ સેવાનો પ્રારંભ કરાવતા વડાપ્રધાન મોદી

ફોટો watter

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી હજીરા-ઘોઘા રો-પેક્સ સેવાનો પ્રારંભ કરતા જણાવ્યું હતું કે, દિવાળી અવસરે ગુજરાતના લોકોને તહેવારનો ઉપહાર છે. સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના લોકોનું વર્ષો જૂનું સપનું સાકાર કર્યું છે. તેમણે હજીરાના નવનિર્મિત પોર્ટ ટર્મિનલનું પણ લોકાર્પણ કર્યું હતું.

મોદીએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં વોટર ટ્રાન્સપોર્ટેશનને વેગ આપવા ફોકસ થઇ રહયું છે. સિસ્ટમ ડેવલપ સાથે ઇન્ફાસ્ટ્રકચરની બેસ્ટ સુવિધા સાથે સિંગલ વિન્ડો સિસ્ટમના સરળીકરણ સાથે કાર્ય થશે, જેથી ખૂબ જ ઝડપથી દરિયાઇ ટ્રાન્સપોર્ટેશનને વેગ મળશે. લોજિસ્ટિક પર થતા ખર્ચને ઘટાડવા દેશ મલ્ટી મોડેલ કનેક્ટિવિટી દિશામાં ઝડપથી આગળ વધી રહયો છે. દરિયાઇ માર્ગે પડોશી રાષ્ટ્રો સાથે પણ વ્યાપારની વિપુલ તકો રહી હોવાનું ઉમેર્યું હતું.

સમૃદ્ર કિનારાના માછીમારોને મદદ માટે અનેક યોજનાઓ બની છે. પ્રધાનમંત્રીમત્સ્ય સંપદા યોજના હેઠળ 20 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે. જેનો લાભ ગુજરાતના લાખો માછીમારોને મળશે. સાગરમાલા પ્રોજેકટ અંતર્ગત 500 પ્રોજેકટ કાર્યરત છે. વોટર ટ્રાન્સપોર્ટ થી લોજિસ્ટિક્સ ખર્ચ ઓછો થશે. સરકારનો પ્રયાસ એક બેસ્ટ ઇકોસિસ્ટમ બનાવવાનો છે. જયાં કાર્ગોની અવિરત હેરફેર થઇ શકે એમ વડાપ્રધાનએ જણાવ્યું હતું.

(12:00 am IST)