Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

મારુતિ સુઝુકી દ્વારા સતત 9માં મહિને ઉત્પાદનમાં કાપ મુકાયો : ઓક્ટોબરમાં વેચાણ 20 ટકા ઘટ્યું

નવી દિલ્હી : ભારતની અગ્રણી કાર કંપની મારુતિ સુઝુકીએ ઓક્ટોબર મહિનામાં પણ વાહનોના ઉત્પાદનમાં ઘટાડો કર્યો છે જે સતત 9માં મહિને પ્રોડક્શન-કટ છે. કંપનીએ વાર્ષિક તુલનાએ ઓક્ટોબર મહિનામાં વાહનોના ઉત્પાદનમાં 20 ટકાનો ઘટાડો કર્યો છે.

                મારુતિ સુઝુકીએ ઓક્ટોબર 2018ના 1,50,497 વાહનોની સામે ઓક્ટોબર 2019માં 1,19,337 વાહનોનું ઉત્પાદન કર્યું છે. કંપની દ્વારા પેસેન્જર વાહનોનું કુલ પ્રોડક્શન વર્ષ પૂર્વેના 1,48,318 યુનિટથી 20.85% ઘટીને 1,17,383 યુનિટ રહી ગયું છે. તેમાં કોમ્પેક્ટ અને નાના વાહનો (જેમાં ડિઝાયર, બલેનો, સ્વિફ્ટ, સિલેરિયો, ઇગ્નિસ, અલ્ટો અને ન્યૂ વેગનઆર સામેલ છે મેન્યુફેક્ચરિંગ 21.57 ટકા ઘટીને 85,064 યુનિટ નોંધાયું છે. જ્યારે વર્ષ પૂર્વેના સમાન મહિનામાં કંપનીએ આ સેગમેન્ટના 1,08,462 વાહનોનું ઉત્પાદન કર્યું હતું.

               બીજી બાજુ બ્રિઝા, અર્ટિગા, એક્સએલ-6, એસ-ક્રોસ જેવા યુટિલિટી વ્હિકલ્સનું વેચાણ નામ માત્ર વધીને 22,736 યુનિટ રહ્યું છે જ્યારે ઓક્ટોબર 2018માં 22,526 યુનિટ યુટિલિટી વાહનો વેચાયા હતા. જ્યારે કંપનીએ ગત મહિને ઓમની ઇકોનું ઉત્પાદન 45 ટકા ઘટાડ્યું અને તેના 7661 યુનિટ બનાવ્યા છે. મારુતિ સુઝુકી ગુજરાતના હાંસલપૂરમાં બે પ્લાન્ટ ધારવે છે

(11:16 pm IST)