Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

મહારાષ્ટ્રમાં સરકાર રચવા દેવેન્દ્ર ફડણવીસને નિમંત્રણ મળ્યું

૧૧મી નવેમ્બર સુધી બહુમતી પુરવાર કરવા સૂચન : મહારાષ્ટ્રમાં જારી રાજકીય ગૂંચ મડાગાંઠ વચ્ચે રાજ્યપાલે દેવેન્દ્ર ફડણવીસને આમંત્રણ આપ્યું : કોંગ્રેસ-શિવસેના સાવધાન

મુંબઈ, તા. : મહારાષ્ટ્રમાં મડાગાંઠ યથાવત રીતે આગળ વધી રહી છે. એકબાજુ ભાજપ અને શિવસેના એકબીજા ઉપર ગંભીર પ્રકારના આક્ષેપો કરી રહ્યા છે. બીજી તરફ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ શનિવારના દિવસે ભાજપને સૌથી મોટી પાર્ટી તરીકે સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. ભાજપને હવે ૧૧મી નવેમ્બર બહુમતિ પુરવાર કરવાની રહેશે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારના દિવસે રાજીનામું આપ્યું હતું. ફડણવીસે વખતે કહ્યું હતું કે તેમની હાજરીમાં મુખ્યમંત્રી પદની અઢી અઢી વર્ષની ફોર્મ્યુલાને લઈને કોઈ વાત થઈ નથી. શિવસેનાને પોતાના ધારાસભ્યો તૂટી જવાની દહેશત દેખાઈ રહી છે. જેના લીધે શિવસેનાએ પોતાના ધારાસભ્યોને બાંદ્રાના રંગશારદા હોટલમાંથી માધ આયલેન્ડના કોઈ રિસોર્ટમાં ૧૫મી નવેમ્બર સુધી શિફ્ટ કરી દીધા છે. આવી રીતે કોંગ્રેસ પાર્ટીએ પોતાના ધારાસભ્યોને જયપુરના એક રિસોર્ટમાં મોકલી દીધા છે. અત્રે નોંધનિય છે કે ગઈકાલે ફડનવીસના રાજીનામા બાદ પત્રકાર પરિષદ વેળા કેટલાક ટોપ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આગામી સરકાર કોણ બનાવશે તેને લઇને સસ્પેન્સ વધી ગયું છે. જો કે, ભાજપના નેતાઓ હજુ પણ માની રહ્યા છે કે, મુખ્યમંત્રી ફડનવીસ બનશે. ફડનવીસે પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે, વિધાનસભાની ચૂંટણીમાં અમારી પાર્ટીને અપેક્ષા કરતા ઓછી સીટો મળી છે પરંતુ અમારી પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી છે.

                  જનાદેશ એનડીએને લોકોએ આપ્યો હતો. ફડનવીસે કહ્યું હતું કે, જો આવી કોઇ બાબત રહી હોત તો અમે વાતચીત મારફતે સમસ્યાનો ઉકેલ લાવી શક્યા હોત. શિવસેનાએ માત્ર મુખ્યમંત્રીના મુદ્દે વાતચીત કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ઉદ્ધવ ઠાકરે સાથે તેમના ખુબ સારા સંબંધ રહેલા છે જ્યારે તેઓએ તેમને ફોન કર્યો ત્યારે ઉદ્ધવે ફોન ઉઠાવ્યો હતો.

(9:21 pm IST)