Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

ભગવાન શ્રી રામને એક બહેન પણ હતીઃ જાણો રામાયણના પાંચ રહસ્‍ય

અમદાવાદ :અયોધ્યામાં બાબરી મસ્જિદની જગ્યાએ રામ મંદિર હોવાના પુરાવા આખરે સાચા સાબિત થયા છે. સુપ્રિમ કોર્ટે પુરાતત્વ વિભાગના પુરાવાને સંદર્ભે આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. અયોધ્યા નગરી હાલ દેશભરના મીડિયામાં ચર્ચામાં છે. વિવાદિત અયોધ્યા મામલે જ્યારે આજે ચુકાદો આવ્યો છે, તો પ્રભુ શ્રીરામ અને તેમના જન્મ સાથે જોડાયેલા કેટલાક કિસ્સાઓ તમને જરૂર વાંચવા ગમશે. રામભક્ત તરીકે તમારે આ માલૂમ હોવુ જોઈએ.

માન્યતા છે કે, પ્રભુ શ્રીરામનો જન્મ આજથી 7128 વર્ષ પહેલા એટલે કે ઈસવીસન 5114 પહેલા થયો હતો. ઈતિહાસકારોનું માને છે કે, રામ ભગવાનનો જન્મ લગભગ 9 હજાર વર્ષ પહેલા થયો હતો. હિન્દુ શાસ્ત્રો અને અન્ય માન્યતા એમ પણ છે કે, ભગવાન રામનો જન્મ ચૈત્ર માસની શુક્લ પક્ષની નવમીના દિવસે થયો હતો. રામના જન્મ પર તમામ દેવતાઓએ પૃથ્વી પર ફૂલોની વર્ષા કરી હતી.

પ્રભુ રામની એક બહેન પણ હતી

આપણે હંમેશા પ્રભુ રામ અને તેમના ત્રણ ભાઈઓ લક્ષ્મણ, ભરત અને શત્રુધ્ન વિશે સાંભળતા આવ્યા છીએ. પરંતુ બહુ જ ઓછા લોકો એવું જાણે છે કે શ્રીરામને એક બહેન પણ હતી. દક્ષિણ ભારતની રામાયણ અનુસાર, પ્રભુ શ્રીરામની એક બહેન હતી, જેનુ નામ શાંતા હતું. રામની આ બહેન તમામ ભાઈઓમાં મોટી હતી.

શ્રીરામ પર લખાયા છે સૌથી વધુ ગ્રંથ

રામાયણને વાલ્મીકીએ ભગવાન રામના કાળમાં જ લખી હતી. તેથી આ ગ્રંથને સૌથી વધુ પ્રમાણિત ગ્રંથ માનવામાં આવે છે. પણ, હકીકતમાં ભારતમાં સૌથી વધુ ગ્રંથો શ્રીરામ પર લખાયેલા છે. રામરચિત માનસને ગોસ્વામી તુલસીદાસે લખ્યું હતું. જેમનો જન્મ સંવત 1554માં થયો હતો. ગોસ્વામી તુલસાદાસે રામચરિત માનની રચના અવધી ભાષામાં કરી હતી. કહેવાય છે કે, રામાયણને આસામમાં આસામી રામાયણ, ઉડીયામાં વિલંકા રામાયણ, કન્નડમાં પંપ રામાયણ, કાશ્મીરમાં કાશ્મીરી રામાયણ, બંગાળીમાં રામાયણ પાંચાલી, મરાઠીમાં ભાવાર્થ રામાયણ, થાઈલેન્ડમાં રામકિયેન અને નેપાળમાં ભાનુભક્ત કૃત રામાયણ વગેરે પ્રચલિત છે. આ ઉપરાંત અન્ય દેશોમાં તેમની ભાષામાં રામાયણ લખાઈ છે.

શ્રીરામના બે પુત્રો

ભગવાન રામને લવ અને કુશ એમ બે દીકરા હતા. કાલિદાસના રઘુવંશ અનુસાર, રામે પોતાના પુત્ર લવને શરાવતી અને કુશને કુશાવતી રાજ્ય સોંપ્યું હતું. માન્યતા છે કે, લવનું રાજ્ય ઉત્તર ભારતમાં અને કુશનું રાજ્ય દક્ષિણ કોસલમાં હતું. કુશની રાજધાની કુશાવતી આજના બિલાસપુર જિલ્લામાં હતી. કોસલામાં રામની માતા કૈશલ્યાના જન્મ થયો હોવાનું મનાય છે.

વનવાસ ક્યાં ક્યાં કર્યો

આ પણ એક રસપ્રદ વાત છે. રામાયણ પર રિસર્ચ કરાયા બાદ અને સાયન્સના વિવિધ રિસર્ચ બાદ શ્રીરામના વનવાસની જગ્યાઓ પણ મળી આવી છે. વનવાસ કાળ દરમિયાન તેમની સાથે જે પણ ઘટના બની, તેમાંથી 200થી વધુ સ્થળોની ઓળખ કરાઈ છે. ત્યાંના સ્મારકો, ભીંત ચિત્રો, ગુફાઓ વગેરેની તપાસ વૈજ્ઞાનિક રીતે કરવામાં આવી હતી.

(4:55 pm IST)