Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

ચૂંટણી વખતે જ રામમંદિર સંઘર્ષ શરૂ થાય છે તેવું કહેવાવાળા લોકો રામલલ્લા મંદિર માટેના સંઘર્ષનો આ ઈતિહાસ વાંચી લે

* ઈક્ષ્વાકુવંશમાં સત્યવાદી હરીશ્ચંદ્ર, મોરધ્વજ બાદ ૬૪મી પેઢીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામનો જન્મ થયો.

* શ્રી રામની યાદમાં તેમના પુત્ર કુશે આ સ્થાન પર વિશાળ મંદિર બંધાવડાવ્યુ. જેને ઈ.સ. પૂર્વે ૧૫૦માં ગ્રીક આક્રમણકારી મિલિન્દ દ્વારા તોડી પડાયુ. શૃગવંશીય રાજા યુમત્સેનએ ત્રણ માસમાં જ આ મંદિરનું પુનઃ નિર્માણ કરાવ્યુ.

* ઈ.સ.૧૦૩૩માં સાલાર મસુદ દ્વારા અયોધ્યા પર બે વાર આક્રમણ કરવામાં આવ્યા. જેનો સામનો રાજા સુહલદેવે કર્યો હતો.

* સમ્રાટ વિક્રમાદિત્યએ સમગ્ર દેશના ભગ્ન મંદિરોનંુ પુનઃ નિર્માણ કરાવ્યુ હતું. જેમાં અયોધ્યામાં તેઓએ ભગવાન શ્રી રામનું ૮૪ થાંભલાવાળુ કલાત્મક મંદિર બનાવ્યુ હતું.

* ૧૫૨૩થી ૧૫૩૦ સુધી બાબરે ચાર વખત આક્રમણ કર્યુ. ૧૫૨૮માં સેનાપતિ મીરબાકીએ મંદિરને ધ્વંશ કર્યુ. ભીટી નરેશ મહતાબસિંહ હેસબરના રાજગુરૂ પં.દેવીકીન પાંડે હંસવર નરેશ રણવિજયસિંહ અને મહારાણી જયકુમારી દ્વારા મુકાબલો કરવામાં આવ્યો હતો.

* ૧૫૩૦ થી ૧૫૫૬ ઈ.સુધી હુમાયુના સમયમાં ૧૦ વખત યુદ્ધ થયા. સ્વામી મહેશાનંદ સાધુ સેના સાથે લડ્યા અને શહીદ થયા. રાની જયરાજકુમારી સ્ત્રીસેના સાથે મંદિર બચાવવા લડી હતી.

* ૧૫૫૬ થી ૧૬૦૫ ઈ. સુધી અકબરના સમયમાં ૨૦ વખત યુદ્ધ થયા. તેમાં સ્વામી બલરામચાર્યજી વીરગતિ પામ્યા.

* ૧૬૫૮ થી ૧૭૦૭ ઈ. સુધી અત્યાચારી ઔરંગઝેબના સમયમાં રામમંદિર માટે ૩૦ વખત યુદ્ધ થયા. જેમાં દશમા ગુરૂ ગોવિંદસિંહજી, બાબા વૈષ્ણવદાસજી, કુંવર ગોપાલસિંહ, ઠાકુર જગમ્બાસિંહ વગેરેએ સામનો કર્યો.

* ૧૭૯૮ થી ૧૮૧૪ ઈ. સુધી અવધના નવાબ શહાદત અલીએ પાંચ વાર અહિં આક્રમણ કર્યુ, જેને અમેઠીના રાજા ગુરૂદત્તસિંહે જડબાતોડ જવાબ આપ્યો હતો.

* ૧૮૧૪થી ૧૮૩૭ ઈ.સ. સુધી નવાબ નાસીરૂદ્દી હૈદરના સમયમાં ૩ યુદ્ધો થયા. જેનો સામનો મકરહીના રાજાએ કર્યો હતો.

* ૧૮૪૭ થી ૧૮૫૭ ઈ.સ. સુધી નવાબ વાજિદઅલી શાહના સમયમાં બાબા ઉદ્ધવદાસ અને ભીટી નરેશના નેતૃત્વમાં બે લડાઈ લડવામાં આવી.

* ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયે હિન્દુ - મુસ્લિમ એકતાનો વાયરો ફુંકાયો અને મુસ્લિમો દ્વારા જન્મસ્થાન હિન્દુઓને સોંપી દેવાની જાહેરાત કરવામાં આવી, પરંતુ અંગ્રેજોએ અમીરઅલી અને બાબા રામચરણદાસને ફાંસી આપી દીધી.

* ૧૯૧૨થી ૧૯૩૪ સુધી અંગ્રેજો વિરૂદ્ધ સંતસમાજ અને જનતાએ સાથે મળી યુદ્ધ કયુૃ અને જન્મભૂમિ પોતાના કબ્જામાં લઈ લીધી.

* આજ દિન સુધી રામ જન્મભૂમિ માટે ૮૦ વાર યુદ્ધ થયા છે. જેમાં કુલ ૩ લાખ ૫૦ હજાર જેટલા રામભકતોએ પોતાના બલિદાનો આપ્યા છે.

* ૧૫ ઓગષ્ટ ૧૫૪૭માં દેશ આઝાદ થયો. તત્કાલીન ગૃહમંત્રી સરદાર પટેલે દેશમાંથી ગુલામીના ચિહનો મિટાવવાનો સંકલ્પ કર્યો. કેન્દ્રીય મંત્રીમંડળની સ્વીકૃતીથી સૌરાષ્ટ્રમાં મહમદ ગજની દ્વારા ધ્વંશ કરાયેલ ભગવાન સોમનાથના મંદિરનંુ પુનઃ નિર્માણ કરાવવામાં આવ્યુ.

* ૧૯૪૯માં ફૈજાબાદના જિલ્લાધીશ શ્રીકૃષ્ણકુમાર નૈયરના સમયમાં અયોધ્યામાં જન્મભૂમિ પર શ્રીરામલલ્લાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થઈ તેની પૂજા આજે પણ બંને સમય થાય છે.

* ૧૯૪૯માં ત્યાં શ્રી ગોવિંદ વલ્લભ પંતના મુખ્યમંત્રી કાળમાં ત્યાં લોખંડની વાડ બનાવી તેના પર તાળુ લગાવી દેવામાં આવ્યુ, પરંતુ પૂજા ત્યારેય પણ ચાલુ જ રહી હતી.

* ૧૯૬૪માં જન્માષ્ટમી પર ધર્માચાર્યો દ્વારા વિહિપની સ્થાપના કરવામાં આવી.

* ૭-૮ એપ્રિલ ૧૯૮૪માં દિલ્હીમાં આયોજિત પ્રથમ ધર્મસંસદમાં દેશભરમાંથી તમામ સંપ્રદાયોના ૫૨૮ સંતો પધાર્યા હતા. અહીં સૌએ એકમતથી શ્રીરામજન્મભૂમિની મુકિતનો સંકલ્પ લીધો.

* ૮ ઓકટોબર ૧૯૮૪ હજારો સંતો અને લાખો રામભકતો દ્વારા સરયૂ નદીના કિનારે સંકલ્પ લીધો અને લખનઉ સુધી પદયાત્રા કરી અને તાળું ખોલવાની માગણી કરી.

* ૧૬ ઓકટોબર ૧૯૮૪ના રોજ શ્રીરામ-જાનકીની દિલ્હીયાત્રા શરૂ થઈ પરંતુ ઈન્દિરાજીની હત્યા થવાથી યાત્રા સ્થગિત કરી દેવાઈ.

* ૨૬ માર્ચ ૧૯૮૫ના રોજ ૫૦ લાખ રામભકતોનું બલિદાની સંગઠન તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

* ૧૮ એપ્રિલ ૧૯૮૫ રામનવમી સુધી તાળું ન ખૂલ્યું તો મહંત રામચંદ્રદાસજી દ્વારા આત્મદાહ કરી લેવાની ઘોષણા કરવામાં આવી અને આંદોલનને વિશ્વવ્યાપી બનાવવાની યોજના તેયાર કરવામાં આવી.

* ૨૩ ઓકટોબર ૧૯૮૫ વિજયાદશમીથી ફરીવાર રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો.

* ૩૧ ઓકટોબર ૧૯૮૫માં કર્ણાટકના ઉડુપી ખાતે બીજા ધર્મસંસદ અધિવેશન અને સંત સંમેલનમાં ૭૫૦ સંત પધાર્યા જયાં ભાવિ સંઘર્ષની યોજના બની.

* ડિસેમ્બર ૧૯૮૫માં બજરંગદળ દ્વારા ઉત્ત્।રપ્રદેશ બંધનું આહવાહન કરવામાં આવ્યું.

* ૧૯ જાન્યુઆરી ૧૯૮૬માં સંપન્ન ઉત્ત્।રપ્રદેશ સંતોના સંમેલનમાં મહાશિવરાત્રીથી સંઘર્ષ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી.

* ૧ ફેબ્રુઆરી ૧૯૮૬ના રોજ ફૈજાબાદના જિલ્લા ન્યાયાલયે તાળું ખોલવાનો આદેશ આપ્યો. દેશભરમાં ઉત્સવ.

* ૧૪ ફેબ્રુઆરી ૧૯૮૬ના દિવસે મુસ્લિમોએ કાળો દિવસ મનાવ્યો અને કાશ્મીરમાં ૧૦૦ મંદિરો તોડી પાડ્યાં.

* જાન્યુઆરી ૧૯૮૭માં શહાબુદ્દીનના નેતૃત્વમાં બાબરી મસ્જિદ એકશન કમિટી દ્વારા ગણતંત્ર દિવસના બહિષ્કારની ઘોષણા કરાઈ. બંધારણનો વિરોધ કરવામાં આવ્યો અને બોટ કલબ, દિલ્હીમાં રાષ્ટ્રદ્રોહનું તાંડવ કરવામાં આવ્યું.

* ૧૯૮૭માં ઉત્ત્।રપ્રદેશ સરકારે શ્રીરામ - જાનકી રથયાત્રા પર પ્રતિબંધ લાદયો.

* ૧૯૮૭માં દેશભરમાં શ્રીરામ જન્મભૂમિ મુકિત સમિતિઓનું ગઠન કરવામાં આવ્યું.

* ૧૨ ઓગસ્ટ ૧૯૮૮ના રોજ બાબરી મસ્જિદ એકશન કમિટી દ્વારા અયોધ્યામાં રેલી થકી શ્રીરામ મંદિરમાં નમાજ પઢવાની ઘોષણા કરવામાં આવી.

* ૮ ઓકટોબર ૧૯૮૮માં બજરંગદળ દ્વારા આ માર્ચના વિરોધમાં ચુપીની તમામ શિક્ષણ સંસ્થાઓ બંધ કરાઈ.

* ૧૪ ઓકટોબર ૧૯૮૮માં મુસ્લિમોની રેલીના વિરોધમાં ઉત્ત્।રપ્રદેશમાં ઐતિહાસિક બંધ પળાયો. બજરંગદળ દ્વારા દિલ્હીમાં જામા મસ્જિદ પર હનુમાન ચાલીસા વાંચવાની ઘોષણા કરાઈ. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં પણ યુવાઓએ પોતાના વિસ્તારની મસ્જિદોમાં કીર્તન કરવાનું આહવાન કર્યું.

* ૧૩ ઓકટોબર ૧૯૮૮ની રાત્રે શહાબુદ્દીન દ્વારા કોઈપણ પ્રકારની શરત વગર રેલી ૨દ્દ કરવામાં આવી.

* ૧ ફેબ્રુઆરી ૧૯૮૯ના પ્રયાગરાજ કુંભમાં સંત મહાસંમેલન તૃતીય ધર્મસંસદ અધિવેશનમાં ૧ લાખ સંતો દ્વારા શ્રીરામ શિલાપૂજન અને ૯ નવેમ્બર ૧૯૮૯માં શ્રીરામમંદિરની આધારશિલા રાખવાની ઐતિહાસિક ઘોષણા કરવામાં આવી.

* ૨૭-૨૮ મે ૧૯૮૯માં હરિદ્વારમાં ૧૧ પ્રાંતોના સંતોની કેન્દ્રીય બેઠકમાં નિર્ણયોની પુષ્ટિ કરવામાં આવી.

* ૧૩-૧૪ જુલાઈ ૧૯૮૯ના રોજ દેશભરના પ્રખંડ પ્રમુખ અને જિલ્લા પ્રમુખોની નાગપુરમાં બેઠક યોજાઈ.

* ૯ નવેમ્બર ૧૯૮૯ના રોજથી જ પૂર્વ પૂજય મહંત અવૈધનાથજી, પુજય વામદેવજી, મહંત શ્રીરામચંદ્ર પરમહંસજી હાજર થઈ ગયા. હજારો દર્શકો વચ્ચે ભૂમિ ઉત્ખનન કાર્ય સંપન્ન થયું.

* ૧૦ નવેમ્બર ૧૯૮૯ના રોજ લાખોની સંખ્યામાં ઉપસ્થિત જનતાના કરતાર અને શંખધ્વનિઓ વચ્ચે યોગ્ય સમયે બિહારના હરિજનબંધુશ્રી કામેશ્વર ચૌપાલ દ્વારા ભારત અને વિશ્વના લગભગ દરેક દેશના ૪૫૦ પ્રેસ પ્રતિનિધિઓ સમક્ષ પ્રથમ શિલા મૂકવામાં આવી ત્યારબાદ વિભિન્ન સંતો-મહંતોની ૨૦૦ શિલા મૂકવામાં આવી. ત્યારબાદ વિભિન્ન સંતો-મહંતોની ૨૦૦ શિલાઓથી શિલાન્યાસનો કાર્યક્રમ સંપન્ન થયો. બરોબર ૧.૩૫ વાગે અયોધ્યા તરફ મોં કરી સમગ્ર દેશમાં પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.

* ૯ ફેબ્રુઆરી ૧૯૯૦ના રોજ સર્વાધિકાર સમિતિની દિલ્હીમાં યોજાયેલ આપાત બેઠકમાં એમ વિચારી કે જે સમસ્યા ૪૫૦ વર્ષોથી ગૂંચવાયેલી છે. તેના માટે ૪ મહિના વધુ પ્રતિક્ષા રવામાં આવી શકે છે ની પ્રધાનમંત્રીની અપીલનો સ્વીકાર કરવામાં આવ્યો.

* ૨૩-૨૪ જૂન ૧૯૯૦ના રોજ હરીદ્વારમાં તમામ ધર્માચાર્યોએ એક સ્વરમાં અયોધ્યા ભવ્ય મંદિરની કારસેવા પ્રબોધીની એકાદશી-૩૦ ઓકટોબર ૧૯૯૦થી કરવાનો નિશ્ચય કર્યો અને એમ પણ નિશ્ચય કરવામાં આવ્યો કે મંદિર પુનઃનિર્માણની તિથિ તથા મંદિરનું પ્રારૂપ અપરિવર્તનીય રહેશે અને ગર્ભગૃહ પર કોઈ જ વાતચીત નહિં થાય.

* ૧ સપ્ટેમ્બર ૧૯૯૦ના અરણીમંથનની ઉત્પન્ન અગ્નિ દ્વારા પ્રજ્જવલિત શ્રીરામ જયોતિ અયોધ્યામાં સ્થાપવામાં  આવી અને નિર્ધારિત સમય પહેલાં જ તે જયોતિ સંપૂણ દેરમાં પહોંચી ગઇ

* ૨૮ સપ્ટેમ્બર ૧૯૯૦ના વિજયાદશમીના દિવસે સંતોના નેતૃત્વમાં વિજયયાત્રા નીકળી. ૨૮ સપ્ટેમ્બરથી ૧૦

ઓકટોબર ૧૯૯૦ સુધી ગામોમાં મંદિરમાં સ્થાપિત જયોતિ સમક્ષ નિયમિતપણે કીર્તન થયા.

* ૨૨ ઓકટોબર ૧૯૯૦માં શ્રી અડવાણીજીની ધરપકડ બાદ સમગ્ર દેશમાં વાતાવરણ શ્રીરામમય બની ગયું.

* ૩૦ ઓકટોબર ૧૯૯૦માં અનેક અત્યાચારો છતાં કારસેવકોએ માળખા પર ભગવો ધ્વજ ફરકાવી દીધો.

* ૨ નવેમ્બર ૧૯૯૦ ઉત્ત્।રપ્રદેશની મુલાયમ સરકારે કારસેવકો પર ગોળીઓ વરસાવી. અનેક કારસેવક વીરગતિ પામ્યા.

* ૬ ડિસેમ્બર ૧૯૯૨માં લાખો કારસેવકો એકઠા થયા અને બાબરી માળખાનો ધ્વંસ થયો અને ભગવાન શ્રીરામનું અસ્થાયી મંદિર બાંધી દીધુ.

* ૧૬ ડિસેમ્બર ૧૯૯૨ : બાબરી મસ્જિદ વિધ્વંસ માટે જવાબદાર પરિસ્ચિતિની તપાસ માટે એમ.એસ. લિબ્રહાન આયોગની રચના કરવામાં આવી.

* ૧૯૯૪ : અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચે બાબરી મસ્જિદ વિધ્વંસ સંબંધિત કેસ ચલાવવાની શરૂઆત કરી.

* ૧ જાન્યુઆરી ૨૦૦૨ : તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ એક અયોધ્યા વિભાગ શરૂ કર્યો. તેનું કામ વિવાદના સમાધાન માટે હિન્દુ અને મુસ્લિમો વચ્ચે વાતચીત કરવાનુ હતું.

* ૧ એપ્રિલ ૨૦૦૨ : અયોધ્યામાં વિવાદિત સ્થળ પર માલિકી હક્કને લઈને અલાહાબાદ હાઈકોર્ટના ત્રણ જજોની બેંચે સુનાવણી શરૂ કરી.

* પ માર્ચ ૨૦૦૩ : અલાહાભાદ હાઈકોર્ટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને અયોધ્યામાં ખોદકામની મંજૂરી આપી,જેનાથી મંદિર કે મસ્જિદના પુરાવા મળી શકે.

* ૨૨ ઓગસ્ટ ૨૦૦૩ : ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે અયોધ્યામાં ઓદકામ બાદ અલાહાબાદ હાઈકોર્ટમાં રિપોર્ટ કર્યો. ઉલ્લેખનીય છે કે આ ખોદકામમાં કુલ ૧૩૬ મજુરોએ કામ કર્યું હતું. જેમાં બાવન (૫૨) મજુરો મુસ્લિમ હતા. એમાં કહેવામાં આવ્યુ કે, મસ્જિદ નીચેથી ૧૦મી સદીના મંદિરના અવશેષના ર ૬૫ પુરાવા મળ્યા છે. મુસ્લિમોમાં તેને લઈને અલગ અલગ મત હતા. આ રીપોર્ટના વિરૂદ્ધમાં ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે અપીલ કરી.

* જુલાઈ ૨૦૦૯ : લિબ્રહાન આયોગે પોતાની રચનાના ૧૭ વર્ષ પછી વડાપ્રધાન મનમોહનસિંઘને પોતાનો રિપોર્ટ સોંપ્યો.

* ૨૬ જુલાઈ ૨૦૧૦ : આ કેસની સુનાવણી કરી રહેલી અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચે નિર્ણય સુરિક્ષત, રાખ્યો તેમજ તમામ પક્ષકરોને અરસ-પરસ મળીને સમસ્યાનું સમાધાન લાવવાનું કહ્યું. જોકે, આ માટે કોઈ આગળ આવ્યુ ન હતું.

* ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૦ : સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઈકોર્ટને વિવાદિત મામલામાં ફેસલો આપતાં રોકવાની અરજી ૨દ્દ કરતાં ચુકાદા માટેનો માર્ગ મોકળો કરી આપ્યો.

* ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૦ : અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચે વિવાદિત ચુકાદો આપ્યો. જે અંતર્ગત તિવાદિત જમીનને ત્રણ ભાગમાં વેંચી દેવામાં આવી. એમાંથી એક હિસ્સો રામમંદિર, બીજો સુન્ની વકફ બોર્ડ અને ત્રીજો નિર્મોહી અખાડાના ભાગમાં આવ્યો.

* ૯ મે ૨૦૧૧ : સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઈકોર્ટના ફેંસલા પર રોક લગાવી.

* ૨૧ માર્ચ ૨૦૧૭ : સુપ્રીમે પરસ્પર વાતથીતથી વિવાદનો ઉકેલ લાવવાની વાત કરી.

* ૯ નવેમ્બર ૨૦૧૭ : ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે શિયા વફક બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ નિવેદન આપ્યું કે અયોધ્યામાં વિવાદીત જગ્યાએ રામમંદિર બનવું જોઈએ અને મસ્જિદનું નિર્માણ અન્ય જગ્યાએ કરવામાં આવે.

* ૧૬ નવેમ્બર ૨૦૧૭ : આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરે વિવાદ ઉકેલવા માટે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો. તેમણે તમામ પક્ષકારો સાથે મુલાકાત કરી.

* ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ સુપ્રીમ કોર્ટે મસ્જિદને ઇસ્લામનું અનિવાર્ય અંગ ગણવાના પોતાના ૧૯૯૪ના ચુકાદા પર પુનઃવિચાર કરવાની અરજી ફગાવી દીધી.

* ૨૯ ઓકટોબરના રોજ સુપ્રિમ કોર્ટે અયોધ્યા મામલાની સુનાવણી જાન્યુઆરી ૨૦૧૯ સુધી ટાળી દેતા હિન્દુ સમાજમાં નિરાશા અને રોષ વ્યાપી ગયો.

* ૨૫ નવેમ્બર ૨૦૧૮ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યામાં ધર્મસંસદનું આયોજન કરવામાં આવ્યું.

     આ તબક્કાની વિશેષતા એ છે કે સંઘના સરસંઘચાલકજી પહેલીવાર આંદોલનના મંચ પર આવ્યા અને નાગપુરની હુંકાર રેલીમાં જનતાને જાગરણનું આહવાન કર્યું અને આ વિષયનું આ છેલ્લું નિર્ણાયક આંદોલન છે તેવું આશ્વાસન આપ્યું.

(3:48 pm IST)