Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

શ્રી રામ જન્મભૂમિ... અદાલતની શરણે

અયોધ્યાની શ્રીરામ જન્મભૂમિને લઈને આમ તો આજથી સાડા ત્રણસો વર્ષ પહેલાંથી જ કાનૂની દાવપેચ ચાલવાનું શરૂ થઈ ગયું હતું. આ મુદ્દાને લઈને સેંકડો વાર સમયાંતરે રાજા-મહારાજાઓ, મોગલો, અંગ્રેજોની અદાલતોમાં કેસ ચાલતા રહ્યા. એમાં અનેક પ્રકારના નિર્ણયો પણ આવ્યા, પણ આઝાદી બાદ જે કેસો આ વિવાદને લઈને દાખલ થયા તેની સંખ્યામાં મુખ્યત્વે પાંચ છે. આ તમામ કેસ હાલમાં મુખ્ય ન્યાયાધીશ લખનૌ હાઈકોર્ટ બેચની અદાલતમાં ચાલી રહ્યા છે. તેની સુનાવણી પ્રતિદિન થઈ રહી છે. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સતીષચંદ્ર માથુર, બ્રજેશ  કુમાર અને સૈયદ હૈદર અબ્બાસ રજાની બેચ આ કેસની સુનાવણી કરી રહી છે. કેસના કાગળિયાઓ ઉપર નંબર નાખવા  અને સોગંદનામાના પત્રો આપવાનું કામ પણ પુરૃં થઈ ગયું છે.શ્રી રામ જન્મભૂમિ સાથે સંબંવિત ઐતિહાસિક કેસ હવે નિર્ણાયક મોડ પર પહોંચી ચૂકયો છે. ઝડપથી સાક્ષીઓની સુનાવણી શરૂ થશે, જે વિવાદે આખા દેશને હચમચાવી દીધો, જેના કારણે કેન્દ્રની ત્રણ સરકાર કસમયે પડી ગઈ, તેનાં બધાં જ કાગળિયાઓનું વજન લગભગ ૧૬૦ કિ.ગ્રા. છે, અને આ તમામ કાગળિયાંઓને એકસાથે જોડી દેવામાં આવે તો તે લગભગ ૧૩પ કિ.મી. લાંબી થશે.

વિવાદની શરૂઆત

રામજન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદની શરૂઆત ૨૨-૨૩ ડિસેમ્બર, ૧૯૪૯ની રાતથી શરૂઆત થાય છે. એવું કહેવાય છે કે આ દિવસે અયોધ્યાના કેટલાક ક્રાંતિકારી સંત-મહાત્માઓએ મળીને એક પહેલવાન જેવા દેખાતા મજબૂત વ્યકિતની મદદથી રાત્રે વિવાદિત પરિસરમાં સીડીઓનો સહારો લઈ પ્રવેશ કરી ભગવાન શ્રી રામલલ્લાની બાળરૂપ મુર્તિ સ્થાપિત કરી દીધી. આ વાતનો ઉલ્લેખ ૨૩ ડિસેમ્બર, ૧૯૪૯ના રોજ અયોધ્યા ચોકીના અધ્યક્ષ પં. રામદેવ દુબે દ્વારા લખાવવામાં આવેલી એફ.આઈ.આર. રીપોર્ટમાં કરવામાં આવ્યો છે. રીપોર્ટ શ્રી રામજન્મભૂમિ ચોકીના સિપાઈ માતા- પ્રસાદની જુબાનીના આધારે નોંધવામાં આવ્યો છે. જે રાત્રે ત્યાં હાજર હતો તે સમયે કેન્દ્રમાં પંડિત જવાહરલાલ નહેરૂ પ્રધાનમંત્રી હતા. રાષ્ટ્રપતિ હતા ડો. રાજેન્દ્ર પ્રસાદ. ઉત્ત્।રપ્રદેશના મુખ્યમંત્રી તે સમયે ગોવિંદ વલ્લભ પંત હતા. ફૈજાબાદના  કલેકટર કે. કે. નૈય્યર અને ત્યાંના સિટી મેજિસ્ટ્રેટ શ્રી ગુરૂદત્તસિંહ હતા.

મૂર્તિ સ્થાપના બાદ અયોધ્યા ફૈજાબાદના મુસલમાનોમાં જબરદસ્ત આક્રોશ ૨૩ ડિસેમ્બર, ૧૯૪૯ના રોજ પેદા થયો. ત્યારે આ લોકોએ સામૂહિક કૂચ કરી તથા કથિત બાબરી મસ્જિદમાં નમાજ પઢવાનો નિર્ણય કર્યો. બીજી તરફ હિન્દુઓએ સવારથી જ શ્રી રામજન્મભૂમિ પરિસરમાં અખંડ રામાયણ પાઠ શરૂ કરી દીધા. સ્થિતિ ગંભીર થઈ ગઈ. પોલીસે બંને તરફથી મોટાપાયે ધરપકડો કરી.

વિવાદ વધતો ગમો. પરિણામસ્વરૂપ ૨૯-૧૨-૧૯૪૯ના રોજ ફૈજાબાદના સિટી મેજિસ્ટ્રેટ રીપોર્ટ આપ્યો કે વિવાદિત પરિસરને લઈને શાંતિ ભંગની આશંકા પેદા થઈ ગઈ છે. તેમણે આઈપીસીની ધારા ૧૪૫ અંતર્ગત પરિસરને જપ્ત કરી લીધું. આખા પરિસરના રિસિવર કે. કે. રામ વર્માને બનાવવામાં આવ્યા. અંદર મૂર્તિપૂજા ચાલતી રહી અતે બહાર શુખ્ય દ્વાર પર તાળુ લગાવી દેવામાં આવ્યુ.

પહેલો કેસ

ગોપાલસિંહ વિશારદે ૧૬મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ સિવિલ જજ ફૈજાબાદની અદાલતમાં કેસ દાખલ કરી પાંચ મુસલમાનો જફર અહમદ, હાજી કેફ, મોહમ્મદ ફાયજ, મોટમ્મદ શમી, અચ્છે મિયા, ઉ.પ્ર. સરકાર, ડેપ્યુ. કલેકટર ફૈજાબાદ, સિટી મેજિસ્ટ્રેટ ફૈજાબાદ, સુન્ની સેન્ટ્રલ બોર્ડ વગેરેને પ્રતિવાદી બનાવ્યા.

કેસમાં શ્રી વિશારદે ફરિયાદ કરી કે તેમને રામજન્મભૂમિ મંદિરમાં કોઈ પણ જાતની રોકટોક વગર પૂજા-અર્ચના કરવાની આજ્ઞા આપવામાં આવે. અત્યારે તેમને પૂજા-અર્ચના કરવામાં ઉપરોકત પ્રતિવાદીઓ અડચણ પહોંચાડી રહ્યા છે. તેઓને આવું કરવાથી રોકવામાં આવે જેથી હું એક હિન્દુના નાતે પોતાના ધાર્મિક કાર્યનું નિર્વહન કરી શકું.

એ જ દિવસે સિવિલ જજ ભીમસિંહ દ્વારા ગોપાળસિંહ વિશારદના પક્ષમાં હુકમ કરવામાં આવ્યો કે તેમને પૂજા-અર્ચના કરવા દેવામાં આવે. પ્રતિવાદીઓ એમાં કોઈ અડચણ ન પહોંચાડે. એના વિરૂદ્ઘમાં મુસલમાન અલ્હાબાદ હાઈકોર્ટમાં ગયા. કેસ ચાલતો રહ્યો.

હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ મૂથમ અને ન્યાયાધીશ અકબર દયાલની બેચે ફર્સ્ટ અપીલ ફ્રોમ ઓર્ડર (એફ.એ.એફ.ઓ.) સંખ્યા ૧૫૪ સન ૧૯૫૧ને સાંભળી સિવિલ જજ ફૈજાબાદ દ્વારા ગોપાલસિંહ વિશારદના પક્ષમાં આપેલ હુકમની પુષ્ટિ કરી દીધી. મુસલમાન અહીં હારી ગયા.

બીજો કેસ

પ ડિસેમ્બર, ૧૯૫૦ના રોજ પ્રતિવાદ ભયંકર મહંત પરમહંસ રામચંદ્રદાસે દીવાની પ્રક્રિયા સંહિતાની ધારા ૮૦ મુજબ નોટિસ આપી. સિવિલ જજ ફેજાબાદની અદાલતમાં કેસ નં. ૨૫ સન ૧૯૫૦માં દાખલ કર્યો. એમાં તેમણે વિવાદિત પરિસરને હિન્દુ ધર્મસ્થાન માન્યું અને તેને હિન્દુઓને સોંપવાની માંગ કરી.

ત્રીજો કેસ

૧૯૫૧માં નિર્મોહી અખાડા અયોધ્યાના દીવાની ન્યાયાધીશ ફૈજાબાદની અદાલતમાં કેસ સંખ્યા ૨૬ સન ૧૯૫૧ દાખલ કર્યો. સંપત્ત્િ। છે આથી રિસિવર કે. કે. રામ વર્માને હટાવી સંપત્ત્િ।ની દેખભાળની વ્યવસ્થાનો અધિકાર નિર્મોહી અખાડાને સોંપવામાં આવે.

ચોથો કેસ

૧૮ ડિસેમ્બર ૧૯૬૧ના રોજ સુન્ની સેન્ટ્રલ બોર્ડ, મો. હાશિમ સહિત અન્ય મુસલમાનોએ સિવિલ જજ ફૈજાબાદની અદાલતમાં કેસ સંખ્યા ૧૨ સન ૧૯૬૧ દાખલ કર્યો. એમ કહેવામાં આવ્યું કે વાદીગણ ૨૨-૨૩ ડિસેમ્બર, ૧૯૪૯ની રાત વિવાદિત પરિસરથી હટાવી દેવામાં આવ્યા. ત્યાં રામલલ્લાની મૂર્તિ રાખવામાં આવી. ત્યાં આવેલ કબ્રસ્તાનમાં પણ હિન્દુને જવા નથી દેતા. આ ચારેય કેસ ચાલતા રહ્યા. ચોથા કેસમાં મુદ્દો એ બન્યો કે શું કોર્ટ કાયદેસર નોટિફિકેશન મુસ્લિમ વકફ એકટ ૧૯૩૬ મુજબ લાગુ થયો છે, જેના અંતર્ગત અયોધ્યાની વિવાદિત સંપત્ત્િ। વકફમાં આવે છે ? એના પર સિવિલ જજ પી. એસ. શુકલાએ ૨૧-૪-૬૬ના રોજ ઐતિહાસિક નિર્ણય આપ્યો કે એક નોટિફિકેશન આ વિષયમાં ૧૯૪૪માં રજૂ થયું હતું. ૨૬-૨- ૧૯૪૪નું આ નોટિફિકેશન શૂન્ય છે, કારણ કે એનાથી એ નથી જાણી શકાતું કે કઈસંપત્ત્િ।  નોટિફાઈડ કરવામાં આવી છે. ત્યારઆદ ૧૯૬૬થી ૧૯૭૭ સુધી કેસમાં એ ચાલતું રહ્યું કે કોણ રિસિવર બને અથવા કોણ હટે?

સુપ્રીમ કોર્ટ

૧૯૭૭માં ફર્સ્ટ અપીલ ફ્રોમ ઓર્ડર સંખ્યા ૧૭ સન ૧૯૭૭માં કેસ સુપ્રીમ કોર્ટમાં આવ્યો. અહીં જસ્ટિસ કમળેશ્વરનાથે ચુકાદો આપ્યો કે કેટલીક શરતોના આધાર પર નવા રિસિવર બનાવવામાં આવે. કે. કે. રામ વર્માને હટાવી દેવામાં આવ્યા. સુપ્રીમ કોર્ટમાં અપીલ થઈ. ત્યાં કેટલાંક સંશોધનોની સાથે કેસ ફરીથી નીચલી અદાલતમાં મોકલી દેવામાં આવ્યો. નીચલી અદાલતે મદનમોહન દુબેને નવા રિસીવર બનાવી દીધા. તેની વિરૂદ્ઘમાં અપીલ થઈ. આ અપીલ પછીથી (એફ.એ.એફ.ઓ. - ફર્સ્ટ અપીલ ફ્રોમ ઓર્ડર) સંખ્યા ૧૭ સન ૧૯૭૭ અલ્હાબાદ સુપ્રીમ કોર્ટમાંથી લખનૌ બેચમાં બદલી કરવામાં આવી.

ફૈજાબાદના એક વકીલ ઉમેશચંદ્ર પાંડેએ ૨૫-૧-૧૯૮૬ના રોજ મુસિફ સદર ફૈજાબાદની અદાલતમાં એક આવેદન પત્ર આપ્યું કે રામજન્મભૂમિ ઉપર તાળાં મારેલ હોવાથી દર્શનાર્થીઓ અંદર જઈને દર્શન કરી શકતા નથી. જો કે અંદર પૂજા- અર્ચના થઈ રહી છે. અમને દર્શન, પૂજા, અર્ચનાના અધિકારથી રોકવામાં ન આવે. ક્રારણ કે ગોપાળસિંહ વિશારદના કેસમાં હિન્દુઓના પક્ષમાં આદેશ આપવામાં આવ્યો છે કે તેમને પૂજા-અર્ચનાના અધિકારથી રોકવામાં ન આવે. બંધ તાળાં ખોલવામાં આવે. મુસિફ સદરે ઉમેશનું આ આવેદનપત્ર ૨૮-૧-૧૯૮૬ના રોજ બરતરફ કરી દીધું. તેની વિરૂદ્ઘ ઉમેશ પાંડેયએ જિલ્લા જજ ફેજાબાદની અદાલતમાં અપીલ સંખ્યા ૮ તા. ૩૧-૧-૧૯૮૬ના રોજ દાખલ કરી.

જિલ્લા જજ કે. એમ. પાંડેયે ૧-૨-૧૯૮૬ના રોજ જિલ્લાધિકારી ઈન્દ્રકુમાર પાંડેય અને વરિષ્ઠ પોલીસ અધિકારી કર્મવીર સિંહની જુબાની લીધી. બંને અધિકારીઓએ કહ્યું કે તાળાં લગાવવાનો કોઈ આદેશ નથી. તે ખોટાં લાગ્યાં છે. તાળાં ખોલી દેવામાં આવે તો કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અમે સંભાળી લઈશું. તેમણે એવો પણ સ્વીકાર કર્યો કે વી.આઈ.પી.ના આવવાથી તાળાં ખોલીને દર્શન કરાવવામાં આવે છે.

એના ઉપર કે. એમ. પાંડેયે સાત પાનાંનો આદેશ રજૂ કર્યો, તેમાં કહ્યું કે ઉચ્ચ ન્યાયાલયે હિન્દુઓના પક્ષમાં પૂજા- અર્ચનના નિર્ણયની પુષ્ટિ કરી છે. તાળાં ખોટાં લાગ્યાં છે, તેને ખોલી દે. ત્યારબાદ ૧-૨-૧૯૮૬ રોજ ભારે પોલીસ બંદોબસ્ત સાથે રામ જન્મભૂમિનાં તાળાં અયોધ્યા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ વી.પી. સિંહએ સાંજે ૪ વાગે ખોલી નાખ્યાં.

તેના વિરૂદ્ઘ  બે ફરિયાદો ઉચ્ચ ન્યાયાલયમાં દાખલ થઈ. પહેલી ફરિયાદ સંખ્યા ૭૪૬. સન ૮૬. મો. હાશિમની હતી તેને જસ્ટિસ બ્રજેશકુમારે સાંભળી અને ૩-૨-૮૬ના રોજ કામચલાઉ (વચગાળાનો) આદેશ આપ્યો કે યથાસ્થિતિ જાળવી રાખવામાં આવે બીજી ફરિયાદ સુન્ની વકફ બોર્ડની સંખ્યા ૩૧૦૬ સને ૮૬ની હતી.

(3:43 pm IST)
  • ઇમરાનખાન રાજીનામુ આપે અથવા ત્રણ મહિનામાં સામાન્ય ચૂંટણી કરાવે : મૌલાનાએ રાખી શરત : મૌલાના ફૈઝલે પંજાબ વિધાનસભાના સ્પીકર ચૌધરી પરવેઝ ઇલાહી મારફત ઇમરાન અને સરકારની સમિતિને મોકલ્યો સંદેશ : મૌલાનાએ કહ્યું કે જો પીએમનું રાજીનામુ સંભવ નથી તો ત્રણ મહિનાની અંદર નવેસરથી સામાન્ય ચૂંટણી કરવો : સરકાર પાસે આ જ બે વિકલ્પ છે જેમાંથી કોઈ એકની પસંદગી કરવી પડશે access_time 1:15 am IST

  • એક શબ્દની જરૂર નથી,માત્ર આ તસ્વીર જ બધું કહી દે છે : ઇન્ડિયા ટીવીના સિનિયર એડિટર શ્રી રાજીવ ચોપરાએ કરેલ લાજવાબ ટ્વીટ access_time 7:21 pm IST

  • દાવો રદ થવાનો કોઇ અફસોસ નથીઃ નિર્મોહી અખાડા :આજે સુપ્રિમ કોર્ટે અયોધ્યા મામલે ચુકાદા દરમિયાન નિર્મોહી અખાડાનો વિવાદીત જગ્યા અંગેનો માલીકી હકક અંગેનો દાવો રદ કર્યો હતો. નિર્મોહી અખાડાના વરિષ્ઠ સંત મહંત ધર્મદાસજીએ જણાવેલ કે વિવાદીત સ્થળનો અમારો દાવો રદ થતા કોઇ અફસોસ નથી, કેમ કે તે પણ રામલલાનો પક્ષ લઇ રહયો હતો. સુપ્રિમકોર્ટે રામલલાના પક્ષને મજબુત માન્યો છે જેથી નિર્મોહી અખાડાનો હેતુ પુર્ણ થયો છે. access_time 3:25 pm IST