Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

મસ્જિદ નીચેથી મંદિરના પુરાવાઓ મળ્યા હતા, હિંદુઓની આસ્થા પર કોઈ વિવાદ ન જોઈએઃ કોર્ટ

આ ચુકાદો હિંદુઓના વિશ્વાસ અને આસ્થાના આધારે નહીં પરંતુ પુરાવાઓના આધારે લેવામાં આવ્યો છે – સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, તા.૯: રામ જન્મભૂમિ વિવાદ પર ચુકાદો સંભળાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે બાબરી મસ્જિદનાં ઢાંચાની નીચેથી મંદિર મળ્યું હોવાના પુરાવાઓ મળ્યા હતા. આ મામલામાં ભારતીય પુરાતત્વ વિભાગ (ખ્લ્ત્)ના રિપોર્ટને નજરઅંદાજ કરી શકાય તેમ નથી. પુરાવાઓને ધ્યાનમાં રાખીએ તો બાબરી મસ્જિદ ખુલ્લી જમીન પર બની નહતી. તેના ખોદકામમાં મસ્જિદની નીચેથી મંદિર હોવાના પુરાવાઓ મળી આવ્યા હતા. એએસઆઈના અહેવાલ અનુસાર મસ્જિદની નીચે ૧૨જ્રાક સદીમાં મંદિર હોવાના પુરાવાઓ મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમિના વર્ષો જૂના વિવાદાસ્પદ મામલામાં ચુકાદો સંભળાવી દીધો છે. કોર્ટે વિવાદાસ્પદ જમીન પર રામ મંદિર બનાવવાનો આદેશ આપી દીધો છે. મસ્જિદ બનાવવા માટે મુસ્લિમ સમાજને વૈકલ્પિક જગ્યાએ પાંચ એકર જમીન ફાળવવાનો આદેશ પણ સુપ્રીમ કોર્ટે કર્યો છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે હિંદુઓ અયોધ્યાને ભગવાન રામનું જન્મસ્થળ માને છે, અયોધ્યા સાથે તેમની ધાર્મિક ભાવનાઓ સંકળાયેલી છે. જયારે મુસ્લિમો કહે છે કે અહીં રામ મંદિર નહીં પણ બાબરી મસ્જિદ જ હતી. પરંતુ હિંદુઓને વિશ્વાસ છે કે ભગવાન રામનો જન્મ અયોધ્યામાં થયો હતો અને તેના પર કોઈ વિવાદ કરવાની જરૂર જ નથી.

સુપ્રીમ કોર્ટમાં ચુકાદો સંભળાવનારી ખંડપીઠે કહ્યું કે આ ચુકાદો હિંદુઓના વિશ્વાસ અને આસ્થાના આધારે નહીં પરંતુ પુરાવાઓના આધારે લેવામાં આવ્યો છે. ઐતિહાસિક તથ્યો એ વાતનું પ્રમાણ આપે છે કે અયોધ્યા જ ભગવાન રામનું જન્મસ્થળ છે. તેમજ એ વાતના પણ પુરાવાઓ છે કે સીતા માતાનું રસોડું અને રામ ચબૂતરાની પૂજા અંગ્રેજો ભારતમાં આવ્યા તે પહેલાથી થતી આવી છે. અહેવાલો પરથી જણાય છે કે વિવાદાસ્પદ પરિસરની બહારના વિસ્તાર પર હિંદુઓનું વર્ચસ્વ હતું.

(3:41 pm IST)