Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

સુપ્રિમ કોર્ટે ૧૦૪૫ પાનામાં સંભળાવ્યો ઐતિહાસિક ફેંસલોઃ ઈતિહાસથી લઈને શ્લોકનો પણ સમાવેશ

નવી દિલ્હી, તા. ૯ :. સુપ્રિમ કોર્ટે અયોધ્યા વિવાદ પર ૧૦૪૫ પાનામાં ઐતિહાસિક ફેંસલો સંભળાવ્યો છે. જેમાંથી ૯૨૯ પાનામાં કોર્ટનો આદેશ છે અને બાકી બન્ને આનાથી જોડાયેલા છે. આ પુસ્તક જેવડા દેખાતા આદેશમાં ઇતિહાસથી લઈને તમામ પક્ષોની દલીલ વિસ્તૃત રૂપથી સામેલ છે. જેની ભૂમિકામાં બે પક્ષો વચ્ચે અયોધ્યાની ૧૫૦૦ ગજ જમીનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ફેંસલાની ભૂમિકામાં ૧૯૫૦માં અદાલત દ્વારા કમિશ્નરના પત્રને પણ સામેલ કરાયેલ છે. આ પત્રમાં શિવશંકર લાલે કોર્ટના આદેશનું પાલન કરવાનુ કહ્યુ હતું.

એટલુ જ નહિ અદાલતે પુરાતત્વ વિભાગનો રીપોર્ટ પણ આદેશમાં સામેલ કર્યો છે. આ ઉપરાંત એક વિભાગમાં આનો દાવો રાખતા સંસ્કૃતના શ્લોકનો પણ ઉલ્લેખ કર્યો છે.

(3:39 pm IST)