Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

અયોધ્યા કેસઃ સુપ્રીમના ચુકાદાથી મુસ્લિમ પર્સનલ લો બોર્ડ નારાજઃ પુનર્વિચાર અરજી દાખલ કરવા વિચારણા થશે

અમેને ન્યાય મળ્યો નથીઃ મુસ્લિમ પર્સનલ લો બોર્ડની પ્રતિક્રિયા

નવી દિલ્હી,તા.૯: અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પ્રતિક્રિયાઓનો દોર ચાલુ છે. મુસ્લિમ પક્ષે આ મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણય પ્રત્યે અસંતોષ વ્યકત કર્યો છે. જફરયાબ જિલાની બાદ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના કમાલ ફારૂકીએ પણ અસંતોષ વ્યકત કર્યો છે. તેઓએ સુપ્રીમ કોર્ટ તરફથી અયોધ્યામાં જ પાંચ એકર જમીન આપવાના આદેશ પર પણ ટીપ્પણી કરી છે.

કમાલ ફારૂકીએ કહ્યું તેના બદલે અમને ૧૦૦ એકર જમીન પણ આપે તો કોઇ ફાયદો નથી.અમારી ૬૭ એકર જમીન પહેલેથી અધિગ્રહિત કરવાના આવે છેે તો શુ અમને દાનમાં આપી રહ્યા છે. તેઓ અમારી ૬૦ એકર જમીન લીધા બાદ પાંચ એકર જમીન આપી રહ્યા છે. આ કયાંનો ન્યાય છે.? અમે સુપ્રીમના ચુકાદાથી અસંતોષ વ્યકત કરીએ છીએ અમને ન્યાય મળ્યો નથી. વકીલો સાથે વાત કરીને આગળની રણનીતી ઘડાશે.

(3:35 pm IST)