Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

સુપ્રીમ કોર્ટના ચુકાદાની દસ મહત્ત્વપૂર્ણ બાબતો ૨ મિનિટમાં વાંચો

નવી દિલ્હી, તા.૯:રામજન્મભૂમિ અને બાબરી મસ્જિદ જમીનના વિવાદ પર સુપ્રીમ કોર્ટના વડા ન્યાયાધીશ જસ્ટીસ રંજન ગોગોઈએ ફેંસલો સંભળાવી દીધો છે. ૪૦ દિવસો સુધી ચાલેલી સુનાવણી બાદ શનિવારે દાયકા જૂના આ વિવાદનો નિર્ણય આવી ગયો.

 જયાં બાબરી મસ્જિદના ગુંબજ હતા હતા એ હિંદુપક્ષને મળશે.

કોર્ટે કહ્યું કે સુન્ની વકફ બોર્ડને મસ્જિદ બનાવવા માટે પાંચ એકર અલગથી અનુકૂળ જમીન આપવામાં આવશે.

જમીન પર હિંદુઓનો દાવો યોગ્ય છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ત્રણ મહિનાની અંદર અયોધ્યા પર એક કાર્યયોજના તૈયાર કરવા પણ કહ્યું છે.

 કોર્ટે એવું પણ જણાવ્યું કે આ ટ્રસ્ટમાં નિર્મોહી અખાડાને સામેલ કરવો કે કેમ એ નિર્ણય કેન્દ્ર સરકાર લેશે.

નિર્મોહી અખાડાનો દાવો ફગાવી દેવાયો. કોર્ટે કહ્યું કે આસ્થાના આધાર પર માલિકીની હક આપી ન શકાય.

 સુપ્રીમ કોર્ટના ફેંસલા પર સુન્ની વકફ બોર્ડના વકીલ ઝફરયાબ ઝિલાનીએ કહ્યું કે તેઓ આ નિર્ણયથી અસંતુષ્ટ છે. જોકે, તેમણે શાંતિ બનાવી રાખવાની અપીલ કરી છે.

કોર્ટે સ્વીકાર્યું કે બાબરી મસ્જિદની નીચે એક સંરચના મળી આવી હતી, જે ઇસ્લામિક નહોતી. અયોધ્યા પર ફેંસલો સંભળાવતા મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ રંજન ગોગોઈએ કહ્યું કે પુરાતત્વવિજ્ઞાનને અવગણી શકાય નહીં.

(3:34 pm IST)