Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

રામ જન્મભૂમિનો વિરોધ મુસ્લિમો કરતા કોંગ્રેસે વધારે કર્યો છેઃ રામ જન્મભૂમિ ન્યાસના સીનીયર સભ્ય ડો. રામવિલાસ વેદાંતી

જાલૌન : રામ જન્મભૂમિ ન્યાસના સીનીયર સભ્ય ડોકટર રામવિલાસ વેદાંતીએ કહયું છે કે, રામમંદિર પર નિર્ણય તો થઇ ચુકયો છે, ફકત તેની જાહેરાત થવાની બાકી છે. વેદાંતી જાલોનના દેવનપુરવામાં પત્રકારોને સંબોધન કરી રહયા હતા. તેમણે કહયું કે, અયોધ્યા કેસમાં જન્મસ્થળની જેટલી પણસાબીતીઓ છે તે બધી રામલલા સાથે જોડાયેલી છે. રામલલાના નામથી જ સરયુનદી, રામઘાટ, રામવોર્ડ, રામથાણું છે. આ બભુ આપણા ધાર્મિક ગ્રંથોમાં વર્ણન છે. તેમણે કહયું કે જે જગ્યાએ રામનો જન્મ થયો હતો ત્યાંજ ભવ્ય મંદિર બનશે. મંદિરની ૮૪ કોશી પરિક્રમાની અંદર કોઇપણ મસ્જીદનું નિર્માણ નહીં થાય.

તેમણે જણાવ્યું કે રામ મંદિરનો જેટલો વિરોધ મુસ્લિમોએ નથી કર્યો તેનાથી વધારે કોંગ્રેસે કર્યો અને કોંગ્રેસે હિંદુ-મુસ્લિમોને લડાવવાનું કામ કર્યુ. વેદાંતીએ કહયું ''૧૯૯૩માં સૈયદ શહાબુદીએ લોકસભામાં કહયું હતું કે જો ત્યાં રામજન્મ અંગેની કોઇપણ સાબીતીઓ મળે તો ત્યાં રામમંદિરનું નિમાર્ણ કરાવવામાં આવે. ખોદકામ દરમ્યાન જે કંઇ પણ પુરાવાઓ મળ્યા છે તે સંપૂર્ણપણે રામજન્મ સ્થાનને સાબિત કરે છે. આ સરકારની જમીન છે અને તેના પર કેન્દ્ર સરકારનો અધિકાર છે.''

(1:11 pm IST)