Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

સુપ્રીમ કોર્ટના ચુકાદાની મહત્વની હાઈલાઈટ

* જમીનના ટાઇટલ અંગે માત્ર ને માત્ર કાનૂની પુરાવાઓથીજ નક્કી થઈ શકે. શિયા વકફ બોર્ડ દ્વારા ૧૯૪૬ ના ફૈઝાબાદ કોર્ટના ચુકાદાને પડકારતી સિંગલ લીવ પિટિશન રદ કરવામાં આવી છે.

* ચીફ જસ્ટિસ ગોગોઈએ કહ્યું હતું કે ભાવિકોની આસ્થા અને માન્યતાનો આ કોર્ટ આદર સહિત સ્વીકાર કરે છે. અદાલતે બેલેન્સ જાળવવું રહ્યું.

* સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભગવાન રામ નો જન્મ અહીં થયેલો તેવી હિન્દુઓની આસ્થા અને માન્યતા બિનવિવાદી છે.

* બ્રિટિશરો આવ્યા તે પહેલા રામ ચબુતરા અને સીતા રસોઈ દ્યરમા હિન્દુઓ દ્વારા પૂજન થતું તેવા પુરાવાઓ છે.

* સુપ્રીમ કોર્ટે કહેલ કે વિવાદી જમીન ન બહારી રસ્તાનો કબજો હિંદુઓ પાસે હતો તેવા પુરાવાઓ રેકોર્ડ ઉપર દર્શાવે છે. એવા કોઈ પુરાવાઓ નથી કે મુસ્લિમોએ આ જગ્યાનો કબજો છોડી દીધેલ.

* હિન્દુ હંમેશા માનતા આવ્યા છે કે ભગવાન રામનું જન્મ સ્થળ, હાલની મસ્જિદના અંદરના ભાગમાં જ છે.

* એવું ચોખ્ખું સ્થાપિત થાય છે કે મુસ્લિમો વિવાદી જમીનમાં અંદરની બાજુએ નમાજ પડતા હતા અને હિંદુઓ બહારની સાઈડ એ પૂજા કરતા હતા, તેમ સુપ્રીમે કહ્યું છે.

* ત્રણ ભાગમાં વિવાદી જગ્યાનના ભાગલા કરવામાં અલાહાબાદ હાઇકોર્ટ ખોટી હતી.

* નવી મસ્જિદ બાંધવા માટે અન્યત્ર ૫ એકર જગ્યા ફાળવવામાં આવે તેમ સુપ્રીમે કહ્યું છે.

* ૧૮૫૭ પહેલા આ વિવાદી જમીનનો સંપૂર્ણ કબજો હોવાનું કોઈ પુરાવા મુસ્લિમો રજૂ કર્યા નથી, પરંતુ ૧૯૪૯માં  તેમને દૂર કરાયા ત્યાં સુધી નમાજ પઢાતી હતી તેમ પણ સુપ્રીમે કહ્યું છે.

* સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યું છે કે કેન્દ્ર સરકાર વિવાદી જગ્યા એક ત્રસ્ત બનાવીને ટ્રસ્ટીઓને આપે અને સુયોગ્ય વૈકલ્પિક પાંચ એકર જમીનનો પ્લોટ અયોધ્યામાં સુન્ની વકફ બોર્ડને આપવામાં આવે.

(12:04 pm IST)