Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

અનેક ચોંકાવનારા ખુલાસા...

'કામ'કાજઃ મોટા ભાગનાં ભારતીયો ઓફીસમાં ઇચ્છે સેકસ

નવી જવાબદારીઓ, કામનો બોઝ, ડેડલાઇન્સ, ટાર્ગેટ્સ, મીટિંગ્સ અને પર્ફોમન્સ રિવ્યુ ઉપરાંત ઓફીસમાં એક ખાસ વાત હોય છે

નવી દિલ્હી, તા.૯:નવી જવાબદારીઓ, કામનો બોઝ, ડેડલાઇન્સ, ટાર્ગેટ્સ, મીટિંગ્સ અને પર્ફોમન્સ રિવ્યુ ઉપરાંત ઓફીસમાં એક ખાસ વાત હોય છે અને તે છે તમારા સાથી કર્મચારીઓ સાથેનું કનેકશન. ઓફીસમાં કામ કરનારા સાથી એક સમય બાદ ખુબ જ સારા મિત્ર બની જતા હોય છે. ગોસિપ મુદ્દે સારા મિત્ર-દુશ્મન, ઓફીસની લાઇફમાં બધુ જ ચાલે છે. આ બધા ઉપરાંત ઓફીસમાં બીજુ પણ ઘણુ બધુ ગુપ્ત રીતે ચાલતું રહેતું હોય છે.

જીહાં ભારતમાં સેકસની ઇચ્છાઓ પુર્ણ કરવા માટે ઓફીસ એક નવું હોટસ્પોટ બનતું જઇ રહ્યું છે. સર્વેમાં માહિતી મળી છે કે મોટા પ્રમાણમાં ભારતીય ઓફીસમાં સેકસ કરવાની ઇચ્છા ધરાવે છે. મુંબઇની ટાટા ઇંસ્ટીટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સનાં સમાજશાસ્ત્રી અનાધા સરપોતદારનું પણ કહેવું છે કે હવે ઓફીસમાં ઔપચારિકતાઓ ખતમ થઇ રહી છે અને લોકોની વચ્ચે અંતરંગતા વધતી જઇ રહી છે.

અનાધા સરપોતદારના અનુસાર ઇન્ટનેટના વધતા ગ્રાહકોનાં કારણે લોકો હવે ઓફીસમાં પોતાની સીમાઓ વિસ્તારી રહ્યા છે. ઓફીસ હવે પ્રાઇવેટ સ્પેસ અને પ્રાઇવેટ સ્પેસ ઓફીસો બનતી જઇ રહી છે. અનાધા સરપોતદારના અનુસાર આજકાલ ઓફીસમાં સેકસ્યુઅલ હેરેસમેંટ એક ખુબ જ મોટો મુદ્દો બની ચુકયો છે. પરંતુ શું આપણે ઓફીસમાં બે લોકોની મરજીથી થયેલા સેકસ અંગે વાત કરીએ છીએ. લોકો આ અંગે શું વિચારે છે?

એક અગ્રણી અખબાર દ્વારા કરવામાં આવેલા બેડરૂમથી માંડીને વોર્ડરોબ સુધી તેમની સેકસ લાઇફ અંગે સવાલ પુછ્યા હતા. આ સર્વેથી ભારતીય યુવાનોની શારીરિક વ્યવહારમાં થઇ રહેલા પરિવર્તન અંગેની અનેક બાબતો સામે આવી છે. આ આંકડાઓ દેશનાં તમામ નાના મોટા શહેરો માટે કરવામાં આવ્યા છે. આ સર્વેમાં લોકોને પુછવામાં આવ્યું હતું કે શું તેમણે કયારે પણ ઓફીસમાં સેકસ કરવા અંગે વિચાર્યું છે. જેના જવાબમાં સર્વેમાં રહેલા દરેક ૪ વ્યકિતએ એક વ્યકિતએ કહ્યું કે હા તે ઓફીસમાં સેકસ અંગે વિચારે છે.

લોકોને સવાલ પુછવામાં આવ્યો કે શું તેઓ ઓફીસમાં સેકસ અંગે વિચારે છે ? લખનઉનાં ૪૮ ટકા લોકોએ તેનો જવાબ હાંમાં આપ્યો હતો. જયારે બીજી તરફ ચેન્નાઇ શહેરમાં પણ ૪૨ ટકા લોકોએ આ સવાલનો જવાબ હાંમાં જવાબ આપ્યો. જયારે ગુરૂગ્રામમાં ૪૩.૭ ટકા લોકોનું પણ આવું જ વિચારવું હતું.

ગત્ત્। વર્ષે જયારે સર્વેમાં લોકોને પુછવામાં આવ્યું કે શું તેઓ ઓફીસમાં કોઇ સહકર્મચારી સાથે સંબંધ બાંધવો યોગ્ય માને છે તો તેના જવાબમાં માત્ર ૪૪ ટકાએ જ હાનો જવાબ આપ્યો હતો. જયારે ૫૬ ટકા લોકોએ તેને નકારી દીધું હતું. ૨૦૧૯ના સર્વેમાં અન્ય સવાલો પણ પુછવામાં આવ્યા હતા. જેમાં ૩૩ ટકા લોકોએ સ્વિકાર્યું કે તેઓ ૧૮ વર્ષ પહેલા જ ફિઝિકલ થઇ ચુકયા હતા.

સર્વે પરથી બીજી ચોંકાવનારી માહિતી મળે છે કે, આજે પણ જે લોકો પોતે પોતાની વર્જિનીટી ગુમાવી ચુકયા છે તેઓ પોતાનાં પાર્ટનરની વર્જીનીટી પર ખુબ જ ભાર આપે છે. આ મુદ્દાને તેઓ ખુબ જ ગંભીરતાથી લે છે. શું તમે કયારે પણ પોતાના પાર્ટનર સાથે બેવફાઇ કરવા અંગે વિચાર્યું છે ? આ સવાલનાં જવાબમાં ઇંદોર માં ૮૫ ટકા લોકોએ હાંમાં જવાબ આપ્યો, લખનઉમાં હા કહેનારા લોકોની સંખ્યા ૪૬.૫ ટકા અને ગુરૂગ્રામમાં ૪૨.૬ ટકા રહ્યું.

(11:45 am IST)
  • સુરતમાં ધોધમાર વરસાદ: સુરતમાં અત્યારે રાત્રે આઠ વાગે ડુમ્મસ રોડ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યાંનું સુરતથી કુશલ ઠક્કર જણાવે છે access_time 8:31 pm IST

  • ઇમરાનખાન રાજીનામુ આપે અથવા ત્રણ મહિનામાં સામાન્ય ચૂંટણી કરાવે : મૌલાનાએ રાખી શરત : મૌલાના ફૈઝલે પંજાબ વિધાનસભાના સ્પીકર ચૌધરી પરવેઝ ઇલાહી મારફત ઇમરાન અને સરકારની સમિતિને મોકલ્યો સંદેશ : મૌલાનાએ કહ્યું કે જો પીએમનું રાજીનામુ સંભવ નથી તો ત્રણ મહિનાની અંદર નવેસરથી સામાન્ય ચૂંટણી કરવો : સરકાર પાસે આ જ બે વિકલ્પ છે જેમાંથી કોઈ એકની પસંદગી કરવી પડશે access_time 1:15 am IST

  • મહા ભયંકર રૂપ ધારણ કરેલ બુલબુલ વાવાઝોડુ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશને સમુદ્ર કાંઠે થી આજે રાત્રે પસાર થશે. :કાંઠાના વિસ્તાર માંથી સવા લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાંઆવ્યા નું મુખ્યમંત્રી મમતા બેનર્જી એ જણાવ્યું છે. પશ્ચિમ બંગાળના દીઘાથી ૯૦ કિલોમીટર અને ઓડિશાના પારાદીપ થી 140 કિલોમીટર દૂર બંગાળના અખાતમાં વાવાઝોડું ધસમસતુ આવી રહ્યું છે આજે સાંજે છ વાગ્યાથી કલકત્તા એરપોર્ટ પર તમામ કાર્યવાહીઓ થંભાવી દેવામાં આવી છે access_time 6:19 pm IST