Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

દુનિયાનો એક અનોખો કેસ જેમાં ભગવાન પોતે ફરિયાદી છે

નવી દિલ્હી,તા.૯: રામજન્મભુમિ -બાબરી મસ્જીદ વિવાદ અયોધ્યામાં સદીઓથી ચાલી રહ્યો છે. હવે તો પુરો થવાની શકયતા છે. પણ આ કેસમાં એક મહત્વપૂર્ણ મુદ્દોએ પણ છે કે આ દુનિયાનો એક અનોખો કેસ છે, જેમાં કોર્ટે સામે ફરીયાદી ભગવાન પોતે છે.

જણાવી દઇએ કે ૧૯૮૬માં એક સ્થાનિક વકીલ અને પત્રકાર ઉમેશચંદ્ર પાંડેની અપીલ પર ફૈઝાબાદના તત્કાલીન જીલ્લા જજ કૃષ્ણમોહન પાંડેએ ૧ ફ્રેબુઆરી ૧૯૮૬ના રોજ વિવાદિત પરિસરના તાળા ખોલવામાં આદેશ આપી દીધો હતો. આ આદેશનો બહુ વિરોધ થયો. મુસ્લિમ પક્ષકારોએ આ ચુકાદોને એક તરફી ગણાવ્યો હતો આની પ્રતિક્રિયા રૂપે ફ્રેબુઆરી ૧૯૮૬માં બાબરી મસ્જીદ સંઘર્ષ સમિતીની રચના થઇ અને મુસ્લિમ સમાજે પણ વિશ્વ હિન્દુ પરિષદની જેમ આંદોલન અને સંઘર્ષનો માર્ગ અપનાવ્યો.

૧૯૮૯ની લોકસભા ચુંટણી પહેલા વિશ્વ હિન્દુ પરિષદના એક નેતા અને રિટાયર્ડ જજ દેવકી નંદન અગ્રવાલે ૧ જુલાઇએ ભગવાન રામના મિત્રના રૂપમાં ફૈઝાબાદની અદાલતમાં કેસ કર્યો આ દાવામાં સ્વીકાર કરવામાં આવ્યો હતો કે, ૨૩ ડિસેમ્બર ૧૯૪૯ના રોજ રામ ચબૂતરાની મૂતિઓ મસ્જીદની અંદર મુકવામાં આવી. કેસમાં દાવો કરવામાં આવ્યો કે ભગવાન રામ અને તેમનું જન્મ સ્થાન બંન્ને પૂજનીય છે અને આ સંપતિના માલિક પણ તેઓ જ છે.(૨૨.૧૧)

 

(11:43 am IST)