Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

જીલ્લામાં શાંતિ જાળવી રાખવા પોલીસની અપિલઃ કોઇપણ અફવા ફેલાવવી નહિઃ સોશિયલ મીડિયાનો દુરૂપયોગ ટાળવો

અયોધ્યા મામલે માનનીય સુપ્રીમ કોર્ટમાં સંભવીત નિર્ણય શકય બનવાનો છે ત્યારે શહેર-જીલ્લા પોલીસ તંત્રએ તમામ નાગરિકો જોગ એક નિવેદન વહેતુ કર્યુ છે કેસુપ્રીમ કોર્ટના નિર્ણયને માન આપતા, શહેર-જિલ્લામાં શાંતિ, સંવાદિતા અને કાયદો વ્યવસ્થા જાળવશો અને તે અનુસંધાને નીચે આપેલા મુદ્દાઓનું પાલન કરશો.

૧.માનનીય સુપ્રિમ કોર્ટનો નિર્ણય કોઇ પણ પક્ષ તરફે આવે તો તે નિર્ણય બધા પક્ષો ધ્વારા સ્વીકાર કરી તેનુ સન્માન કરે.

૨. કોઈ પણ પ્રકારની અફવાનો ફેલાવો કરશો નહીં અને અફવાની પ્રાપ્તિ પર, માહિતીની ચકાસણી કરી અને તાત્કાલીક સંબંધીત પોલીસ અને વહીવટી અધિકારીઓને વસ્તુઓની ચોક્કસ પરિસ્થિતિ વિશે માહિતી આપશો.ઙ્ગઙ્ગ

૩. તમારા પડોશી અને આજુબાજુના વિસ્તારમાં ભાઈચારો અને સુમેળનું વાતાવરણ જાળવી રાખશો.

૪. માનનીય સુપ્રીમ કોર્ટના નિર્ણય સાથે કોઈપણ સમુદાયને તીવ્ર જવાબ આપવામાંથી બવચુઙ્ગ

૫. મોબાઇલ અથવા સોશિયલ મીડિયા પર ફેલાતી કોઈપણ માહિતી અથવા અથવા કે જેનાથી કોઇ પક્ષની ભાવના અથવા લાગણીને ઠેંસ અથવા નુકશાન થાય તેનુ તત્કાલ ખંડન કરવુ અને આ બાબતે પોલીસ અને વહીવટી અધિકારીઓને તથ્યોથી માહિતગાર કરવા.

૬. પરસ્પર સંવાદિતાને અને સૌહાર્દપુર્ણ વાતાવરણને નુકશાન થાય અથવા કોઇ અવળી અસર કરે તેવા સંદેશને કયારેય ન મોકલો અથવા ફોરવર્ડ ન કરો,ઙ્ગ તેમજ આ નિર્ણય અંગે ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, મેસેંજર પર કોઇપણ જાતની ટિપ્પણી નહી કરવી.

૭. રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને પરસ્પર સંવાદિતાને અસર કરતી સોશિયલ મીડિયા પર સંદેશાઓ અથવા સામગ્રીનો ફેલાવો, ભારતીય દંડ સંહિતાની કલમ ૧૫૩ એ / ૧૫૩ બી અને સુચના અને પ્રૌધોગીકી અધિકીનયમ કલમ ૬૬ ડી (એ) હેઠળ શિક્ષાત્મક ગુનો છે અને તાત્કાલિક ધરપકડ કરવાની જોગવાઈ છે, તેથી તેને ટાળો. (૧૪.૬)

(11:42 am IST)
  • મનીષા ગોસ્વામીને બાર દિવસની રિમાન્ડ પર સોંપવા કોર્ટનો હુકમ : કચ્છને હચમચાવનાર જયંતી ભાનુશાળી હત્યા કેસના મુખ્ય આરોપી મનીષા ગોસ્વામી અને સુરજીતભાઈને ભચાઉ અદાલતે બાર દિવસના રિમાન્ડ ઉપર પોલીસને સોંપેલ છે. સરકાર પક્ષે ખાસ સરકારી ધારાશાસ્ત્રી તરીકે શ્રી અભયભાઈ ભારદ્વાજ અને શ્રી તુષાર ગોકાણીએ ધારદાર દલીલો કરી હતી. access_time 6:07 pm IST

  • ઇમરાનખાન રાજીનામુ આપે અથવા ત્રણ મહિનામાં સામાન્ય ચૂંટણી કરાવે : મૌલાનાએ રાખી શરત : મૌલાના ફૈઝલે પંજાબ વિધાનસભાના સ્પીકર ચૌધરી પરવેઝ ઇલાહી મારફત ઇમરાન અને સરકારની સમિતિને મોકલ્યો સંદેશ : મૌલાનાએ કહ્યું કે જો પીએમનું રાજીનામુ સંભવ નથી તો ત્રણ મહિનાની અંદર નવેસરથી સામાન્ય ચૂંટણી કરવો : સરકાર પાસે આ જ બે વિકલ્પ છે જેમાંથી કોઈ એકની પસંદગી કરવી પડશે access_time 1:15 am IST

  • વર્લ્ડ ટી-૨૦માં પોતાનો રોલ સમજીને તેણે વધુ ધ્યાન આપવુ જોઈએ : રિષભ પંતને સલાહ આપતા કુમાર સંગકારાએ કહ્યુ... access_time 1:06 pm IST