Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

અયોધ્યાઃ ૪૦ દિવસની સુનાવણીઃ કયારે શું થયું?

આ સુનાવણી અત્યાર સુધીની બીજી સૌથી મોટી સુનાવણી છેઃ અગાઉ કેશવાનંદ ભારતી મામલે ૬૮ દિવસ થઇ'તી સુનાવણી

નવી દિલ્હી, તા.૯: અયોધ્યાના રામ મંદિર અને બાબરી મસ્જિદ વિવાદ પર ે સતત ૪૦ દિવસ બંધારણીય બેંચ બેઠી અને મેરેથોન સુનાવણી બાદ ૧૬ ઓકટોબરે ચુકાદો સુરક્ષિત રાખી લેવાયો હતો. સુપ્રીમ કોર્ટમાં આ અત્યાર સુધીનો સૌથી લાંબો કેસ છે. ૪૦ દિવસ હિંદુ અને મુસ્લિમ પક્ષકારોએ જોરદાર અને દમદાર દલીલો રજૂ કરી. સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં આ કેશવાનંદ ભારતીથી સંબંધિત કેસ બાદ બીજા નંબરની સૌથી લાંબી સુનાવણી છે. એ કેસમાં ૬૮ દિવસ સુધી સુનાવણી ચાલી હતી.

બંધારણીય મૂળ માળખા વગેરેની વ્યાખ્યા ત્યારે બંધારણીય બેંચે કરી હતી. આ વખતની સુનાવણી બીજા નંબરની સૌથી લાંબી સુનાવણી થઈ છે. ભારતીય રાજકારણથી લઈને ધાર્મિક તેમજ સામાજિક તાણા-વાણાના સંદર્ભમાં આ મામલો દ્યણો મહત્વપૂર્ણ છે, જેના ચુકાદાની દ્યડી આવી ગઈ. આવો જાણીએ કે આખરે એ કયા ૧૧ સવાલ છે, જેને લઈને ૪૦ દિવસ સુનાવણી થઈ.

૧. વિવાદિત સ્થળ પર માલિકીનો હકઃ સુપ્રીમ કોર્ટની સામે સૌથી મહત્વનો સવાલ એ છે કે ,૨.૭૭ એકર વિવાદિત જમીન પર માલિકીનો હક કોનો છે?

૨. વિવાદિત સ્થળ પર પઝેશન કોનું રહ્યુંૅં આ સવાલનો પણ જવાબ સુપ્રીમ કોર્ટ તરફથી મળશે. બંને પક્ષકારોનો દાવો છે કે, પઝેશન તેમનું કહ્યું છે.

૩. ભગવાન રામનું જન્મસ્થળઃ ભગવાન રામનું જન્મસ્થળ કયાં છે? એ કઈ જગ્યા છે જયાં ભગવાન રામનો જન્મ થયો? તેના પર બંને પક્ષકાર સામ-સામે છે.

૪. જન્મસ્થલ જ ન્યાયિક વ્યકિતઃ આ એક અહમ મુદ્દો સામે આવ્યો છે. જન્મસ્થળને જ કાયદાકીય વ્યકિતનો દરજ્જો આપવામાં આવે કે નહીં, એ પણ સવાલ સુપ્રીમ કોર્ટની સામે છે.

૫. એએસઆઈનો રિપોર્ટઃ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના રિપોર્ટને બંને પક્ષકાર પોતાના ફેવરમાં જણાવી રહ્યા છે અને એકબીજાની દલીલને નકારી રહ્યા છે. આ મહત્વનો સવાલ છે કે, રિપોર્ટ કોની તરફેણમાં છે.

૬. વિદેશી મુસાફરોની નોંધ અને ગેજેટિયર્સઃ આ મામલે વિદેશી મુસાફરોની નંધ અને ગેજેટિયર્સમાં વિવાદિત સ્થળ વિશે દ્યણા સંદર્ભ છે, તેના પર સ્થિતિ સ્પષ્ટ થશે.

૭. ખોદકામના અવશેષમાં મંદિર અને મસ્જિદના દાવાઃ મહત્વનો સવાલ છે કે આખરે જો ખોદકામમાં સ્ટ્રકચર મળ્યા હતા તે મંદિરના અવશેષ હતા કે નહીં.

૮. મંદિર તોડીને મસ્જિદ બની હતી કે નહીં: એ પણ સવાલ ઉઠ્યો છે કે, મસ્જિદ જયારે બનાવાઈ તો શું તે મંદિર તોડીને બનાવાઈ કે મંદિરના સ્ટ્રકચર પર બનાવાઈ કે પછી ખાલી જમીન પર.

૯. વિવાદિત સ્થળ પર પૂજા થતી રહી કે નમાજ કે પછી બંનેઃ આ સવાલ પર પણ બંનેના પોત-પોતાના દાવા છે અને આ દાવા માટે સાક્ષીઓ વગેરે છે. પણ સવાલ મહત્વનો છે.

૧૦. વિવાદિત સ્થળ પર મૂર્તિ હતી કે નહીં: એ પણ મહત્વનો સવાલ છે કે આખરે મૂર્તિ વચ્ચેના ગુંબજની નીચે હતી કે નહીં.

૧૧. મસ્જિદ તોડ્યા બાદ તેની પ્રકૃતિ પર શું અસરઃ એ પણ મહત્વનો સવાલ છે કે શું મસ્જિદમાં જો નમાજ ન પઢવામાં આવે તો તે મસ્જિદ ન કહેવાય?

૪૦ દિવસની સુનાવણી પર એક નજર

૧લો દિવસઃ નિર્મોહી અખાડાએ કહ્યું કે વિવાદિત માળખુ ૨.૭૭ એકર પર સૈંકડો વર્ષોથી નિર્મોહી અખાડાની માલિકી રહી છે.

૨જો દિવસઃ રામલલા વિરાજમાનની દલીલ છે કે રામમાં આસ્થા રાખનારનો વિશ્વાસ એ વાતની સાક્ષી છે કે અયોધ્યાના વિવાદિત સ્થળ પર રામનો જન્મ થયો હતો.

૩જો દિવસઃ રામલલા વિરાજમાનની દલીલ છે કે હાઈ કોર્ટમાં કોઈપણ પક્ષકારે વિવાદિત સ્થળના ભાગલા માટે નહોતુ કહ્યું પરંતુ હાઈ કોર્ટે વિવાદિત સ્થળને ત્રણ ભાગમાં વહેંચણી કરી. જન્મસ્થાનનું ખાસ મહત્વ છે. જનની જન્મભૂમિશ્ય સ્વર્ગાદપિ ગરિયસી.

૪થો દિવસઃ રામલલા વિરાજમાનના વકીલ કે.પરાસરને કહ્યું કે હિંદુ ધાર્મિક માન્યતાઓમાં દેવતાઓનો કોઈ વિશેષ આકાર જરુરી નથી. દેવતા કણ-કણમાં વસે છે.

૫મો દિવસઃ રામલલાના વકીલ સીએસ વૈદ્યનાથને દલીલ કરી કે જન્મસ્થાન જ દેવતા છે અને જન્મસ્થાનની વહેંચણી ન કરી શકાય કારણકે દેવતાની વહેંચણી ન થઈ શકે.

૬થો દિવસઃ હિંદુ પક્ષકારની દલીલ છે કે રામ જન્મસ્થાન પર બનેલા મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું અને જો મંદિરને તોડીને મસ્જિદ બનાવવામાં આવશે તો શરિયા કાનૂન આવી મસ્જિદને માન્યતા આપતું નથી.

૭મો દિવસઃ રામલલા વિરાજમાનના વકીલે દાવો કર્યો કે જે જગ્યાએ મસ્જિદ બનાવવામાં આવી હતી. તેની નીચે મંદિરનું મોટું માળખું હતું. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના રિપોર્ટમાં પણ એ સ્પષ્ટ છે.

૮મો દિવસઃ હિંદુ પક્ષકારની દલીલ હતી કે ૧૨ સદીના જે શિલાપટ્ટ અને શિલાલેખ મળ્યા છે. તેના સાક્ષી જણાવે છે કે ત્યાં વિશાળ વિષ્ણુ મંદિર હતું. મસ્જિદ બનાવ્યા પછી પણ હિંદુ ત્યાં પૂજા કરતા હતાં.

૯મો દિવસઃ હિંદુ પક્ષકારનું કહેવું હતું કે જો જન્મસ્થાન જ દેવતા છે તો પ્રોપર્ટી તેમનામાં જ છે એટલે કે પ્રોપર્ટી દેવતાની થઈ અને આ સ્થિતિમાં કોઈ જ તે જમીન (જન્મસ્થાન) પર દાવો ન કરી શકે. દેવતાને તેની પોતાની સંપત્ત્િ।થી અલગ ન કરી શકાય.

૧૦મો દિવસેઃ પૂજારી ગોપાલ દાસ વિરાસદ તરફથી રજૂ સીનિયર વકીલ રંજીત કુમારે દલીલ કરી કે તે મૂળ પક્ષકાર છે અને તેને જન્મસ્થાન પર પૂજા કરવાનો અધિકાર છે.

૧૧મો દિવસઃ નિર્મોહી અખાડા તરફથી દલીલ કરવામાં આવી કે અમારો દાવો ટાઈટલ પર નથી પરંતુ અમારો દાવો છે કે અમે જન્મસ્થાન પર સ્થિત મંદિરના શેબિયત(મેનેજર એટલે કે દેખરેખ કરનારા)છીએ અને પઝેશન પર અમારો દાવો છે.

૧૨મો દિવસઃ નિર્મોહી અખાડાની દલીલ અમે દેવ સ્થાનું મેનેજમેન્ટ કરીએ છીએ અને પૂજાનો અધિકાર ઈચ્છીએ છીએ.

૧૩મો દિવસઃ નિર્મોહી અખાડાની દલીલ છે કે વિવાદિત ઢાંચામાં ૧૯૩૪ બાદ કોઈ મુસ્લિમે પ્રવેશ કર્યો નથી. ત્યાં મંદિર હતું.

૧૪મો દિવસઃ હિંદુ પક્ષકારના વકીલે કહ્યું કે બાબરનામામાં કોઈ પણ જગ્યાએ ઉલ્લેખ નથી કે મીર બાકીએ મસ્જિદ બનાવડાવી હતી, ખરેખર ઔરંગઝેબે મંદિર તોડીને મસ્જિદ બનાવડાવ્યું હતું.

૧૫મો દિવસઃ હિંદુ પક્ષકારના વકીલે દલીલ કરી કે ઈસ્લામ મતે અન્યોના પૂજા સ્થળને પાડીને મસ્જિદ ન બનાવી શકાય. ઈસ્લામિક કાયદા મુજબ અહીં મસ્જિદ ન હોઈ શકે.

૧૬મો દિવસઃ શિયા વકફ બોર્ડ તરફથી કહેવામાં આવ્યું કે અમે એક તૃતાંશ ભાગ હિંદુઓને આપવા માંગીએ છીએ.

૧૭મો દિવસઃ મુસ્લિમ પક્ષકાર તરફથી રાજીવ ધવને કહ્યું કે જયાં સુધી ટાઈટલ શૂટનો સવાલ છે તો આવા કેસમાં ઐતિહાસિક દલીલનો કોઈ અર્થ રહેતો નથી અને સંપતિના માલિક દ્વારા સંપતિનો ઉપયોગ ન કરવાથી તેનો માલિકી હક પૂર્ણ થતો નથી.

૧૮મો દિવસઃ સુન્ની વકફ બોર્ડે કહ્યું બાબરી મસ્જિદમાં સુનિયોજિત રીતે અટેક કરવામાં આવ્યો અને  કપટથી મૂર્તિ મૂકવામાં આવી.

૧૯મો દિવસઃ મુસ્લિમ પક્ષકારે નિર્મોહી અખાડાના મેનેજમેન્ટના અધિકારનો વિરોધ તો ન કર્યો પરંતુ તેમની માલિકીનો હક પણ નહોતો.

૨૦મો દિવસઃ સુન્ની વકફ બોર્ડે દલીલ કરી કે રામ ચબૂતરા પર પૂજા અને પૂજાના અધિકારની અમે કયારેય મનાઈ કરી નથી.

૨૧મો દિવસઃ રાજીવ ધવને દલીલ કરી કે, ૨૨ ડિસેમ્બર ૧૯૪૯એ જે ભૂલ થઈ તેને તેને ચાલુ રાખી શકાય નહીં.

૨૨મો દિવસઃ રાજીવ ધવને કહ્યું કે, તેમને ધમકી આપવામાં આવી રહી છે. હવે તેમને ફેસબુક પર ધમકી આપવામાં આવી છે. તેમના કલર્કને પણ ધમકાવવામાં આવ્યા છે.

૨૩મો દિવસઃ મુસ્લિમ પક્ષકારની દલીલ છે કે મસ્જિદની અંદર અલ્લાહ લખાયાના પુરાવા છે. ત્યાં સતત ૧૯૩૪ પછી પણ નમાજ પઢવામાં આવતી રહી અને તેના દ્યણા પુરાવા છે.

૨૪મો દિવસઃ મુસ્લિમ પક્ષકારોના વકીલે કહ્યું કે જન્મસ્થળ કાયદાકીય વ્યકિત નથી.

૨૫મો દિવસઃ રાજીવ ધવને કહ્યું કે, એ વાતને કોઈ નકારી ન શકે કે ભગવાન રામનો અયોધ્યામાં જન્મ થયો હતો. પરંતુ, શું માત્ર આસ્થાના આધાર પર કોઈ સ્થાન વિશેષને કાયદાકીય વ્યકિત માનવી શકાય છે.

૨૬મો દિવસઃ મુસ્લિમ પક્ષકારે કહ્યું કે, રામ ચરિત માનસથી લઈને રામાયણ કયાં પણ તેનો ઉલ્લેખ નથી કે હકીકતમાં કઈ જગ્યાએ રામનો જન્મ થયો હતો.

૨૭મો દિવસઃ મુસ્લિમ પક્ષકારે કહ્યું કે ૧૮૮૫માં તમામ કાર્યવાહી રામ ચબુતરા માટે થઈ હતી.

૨૮મો દિવસઃ મુસ્લિમ પક્ષકારના વકીલે કહ્યું કે, ૧૯૮૫જ્રાક્નત્ન ન્યાય બનાવાયું અને દેશભરમાં કાર સેવકો દ્વારા આંદોલન ચલાવાયું અને વિશ્વ હિંદુ પરિષદએ આંદોલનને સંગઠિત કરી ગતિ આપી અને પછે દેશભરમાં માહોલ બનાવાયો અને ૧૯૯૨જ્રાક્નત્ન બાબરી મસ્જિદને પાડી દેવામાં આવી, જેથી હકીકતનો નાશ કરી શકાય અને મંદિર બનાવી શકાય.

૨૯મો દિવસઃ રાજીવ ધવને દલીલ કરી કે અમે ભગવાન રામનું સન્માન કરીએ છીએ. જન્મસ્થળનું સન્માન કરીએ છીએ. આ દેશમાં જો રામ અને અલ્લાહનું સન્માન નહીં થાય તો દેશ ખતમ થઈ જશે.

૩૦મો દિવસઃ મુસ્લિમ પક્ષકારે કહ્યું કે, રામ ચબુતરો જન્મસ્થળ છે એવું કહેવામાં કોઈ વાંધો નથી, કેમકે પહેલા જ ત્રણ-ત્રણ કોર્ટ એ વાતને કહી ચૂકી છે. પરંતુ અમારો દાવો સમગ્ર જગ્યાને લઈને છે.

૩૧મો દિવસઃ સુન્ની વકફ બોર્ડના વકીલે કહ્યું કે અમને તે બિલકુલ સ્વીકાર નથી કરતા કે રામ ચબૂતરો ભગવાન રામનું જન્મસ્થાન છે.

૩૨મો દિવસઃ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે બંને પક્ષકાર પોતાની દલીલની સમયસીમા નક્કી કરે કે જેથી સુનાવણી ૧૮ ઓકટોબરે પૂર્ણ કરી શકાય.

૩૩મો દિવસઃ મુસ્લિમ પક્ષકારે કહ્યું કે એએસઆઈ રિપોર્ટ એક નબળો સાક્ષ્ય છે. આ રિપોર્ટ સંપૂર્ણરીતે કલ્પના પર આધારિત છે.

૩૪મો દિવસઃ મુસ્લિમ પક્ષકાર વકીલ શેખર નાફડેએ દલીલ આપી કે ૧૮૮૫ના કેસ અને અત્યારના કેસમાં માત્ર એટલો ફરક છે કે ૧૮૮૫માં વિવાદિત સ્થળની એક જગ્યા પર દાવો કરવામાં આવ્યો હતો અને હવે પૂરા હિસ્સામાં દાવો કરવામાં આવ્યો છે.

૩૫મો દિવસઃ હિન્દુ પક્ષકારની દલીલ છે કે રામ જન્મસ્થાન ન્યાયિક વ્યકિતત્વ છે.

૩૬મો દિવસઃ રામલલા વિરાજમાનના વકીલે કહ્યું કે મસ્જિદની નીચે જે સ્ટ્રકચર હતું તેમાં કમળ સહિતના સાક્ષ્ય મળ્યા છે જેમાં એવું નિષ્કર્ષ નીકળે છે કે ત્યાં મંદિર હતું.

૩૭મો દિવસઃ મુસ્લિમ પક્ષકારે કહ્યું કે આ વાત કોઈ નકારી શકે નહીં કે રામ ભગવાનનો જન્મ અયોધ્યામાં થયો હતો. પણ વિવાદ જન્મસ્થળનો છે. તેમનો જન્મ વચ્ચેવાળા ગુંબદની નીચે નહોતો થયો.

૩૮મો દિવસઃ મુસ્લિમ પક્ષકારના વકીલ રાજીવ ધવને સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે અદાલત તમામ સવાલ અમને જ કેમ કરી રહી છે, હિન્દુ પક્ષકારોને કેમ નહીં?

૩૯મો દિવસઃ હિન્દુ પક્ષકારના વકીલ પરાસરને મુસ્લિમ પક્ષકારો તરફથી રજૂ કરવામાં આવેલી દલીલનો જવાબ આપતા કહ્યું કે અયોધ્યામાં ભગવાન રામના જન્મસ્થળ પર બાબરે મસ્જિદ બનાવી હતી અને આ ઐતિહાસિક ભૂલને સુધારવાની જરૂર છે.

૪૦મો દિવસઃ મુસ્લિમ પક્ષકારે કહ્યું કે ત્યાં બીજી વખત બાંધકામનો અધિકાર અમારો છે. પ્રેયર કરવાનો અધિકાર અમારો છે કારણકે ટાઈટલ અમારું છે. અહીં સુધી કે ચબૂતરાનો પાર્ટ પણ મસ્જિદનો છે. મસ્જિદ માત્ર ગુંબદ નથી.

(10:02 am IST)
  • ૨૦૨૩માં મેન્સ હોકી વર્લ્ડકપ ભારતમાં રમાશે : ૨૦૨૩ માં પુરૂષોની હોકી વર્લ્ડ કપ માટે ભારતની પસંદગી થઈ છે. host country તરીકે મેન્સ હોકી વર્લ્ડકપ માટે ભારતનું નામ જાહેર થયું છે access_time 6:09 pm IST

  • વર્લ્ડ ટી-૨૦માં પોતાનો રોલ સમજીને તેણે વધુ ધ્યાન આપવુ જોઈએ : રિષભ પંતને સલાહ આપતા કુમાર સંગકારાએ કહ્યુ... access_time 1:06 pm IST

  • દાવો રદ થવાનો કોઇ અફસોસ નથીઃ નિર્મોહી અખાડા :આજે સુપ્રિમ કોર્ટે અયોધ્યા મામલે ચુકાદા દરમિયાન નિર્મોહી અખાડાનો વિવાદીત જગ્યા અંગેનો માલીકી હકક અંગેનો દાવો રદ કર્યો હતો. નિર્મોહી અખાડાના વરિષ્ઠ સંત મહંત ધર્મદાસજીએ જણાવેલ કે વિવાદીત સ્થળનો અમારો દાવો રદ થતા કોઇ અફસોસ નથી, કેમ કે તે પણ રામલલાનો પક્ષ લઇ રહયો હતો. સુપ્રિમકોર્ટે રામલલાના પક્ષને મજબુત માન્યો છે જેથી નિર્મોહી અખાડાનો હેતુ પુર્ણ થયો છે. access_time 3:25 pm IST