Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

રામજન્મભૂમિ વિવાદઃ ૨૦૧૦માં શું હતો અલ્હાબાદ હાઇકોર્ટનો ચુકાદો

નવી દિલ્હી, તા.૯:૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૦ અલ્હાબાદ હાઇકોર્ટે અયોધ્યાના વિવાદિત સ્થળને રામ જન્મભૂમિ તરીકે ચૂકાદો આપ્યો હતો. હાઇકોર્ટે ૨.૭૭ એકર જમીનના બે ભાગ કરી દીધા હતા. કોર્ટે સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડ તેમજ રામલલા વચ્ચે જમીનનો બરાબર ભાગ કરવાનો આદેશ આપ્યો હતો.

આ કેસ સાથે જોડાયેલ ત્રણ મુખ્ય પક્ષ નિર્મોહી અખાડા, સુન્ની વકફ અને રામલલા વિરાજમાને આ ચુકાદાને માનવાનો ઇનકાર કરી દીધો હતો. હાઇકોર્ટના આ નિર્ણય વિરુધ્ધ સુપ્રીમ કોર્ટમાં ૧૪ અરજી દાખલ કરવામાં આવી. આ મામલો છેલ્લા ૯ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હતો.

આ મામલે ૬ ઓગસ્ટથી સુપ્રીમ કોર્ટમાં રોજ સુનાવણી શરૂ થઇ હતી જે ૧૬ ઓકટોબરના રોજ પુરી થઇ. સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટીસ રંજન ગોગોઇની અધ્યક્ષતામાં પાંચ જ્જની બેંચ દ્વારા ચુકાદો સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. આ પીઠમાં ન્યાયમૂર્તિ બોબડે, ન્યાયમૂર્તિ ધનંજય વાઇ ચન્દ્રચુડ, ન્યાયમૂર્તિ અશોક ભૂષણ અને ન્યાયમૂર્તિ એસ અબ્દુલ નજીર હતા.

ચુકાદાને ધ્યાનમાં લઇને અયોધ્યામાં ધારા ૧૪૪ લાગુ કરવામાં આવી છે. અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા સદ્યન કરવામાં આવી છે. અયોધ્યામાં અર્ધસૈનિક દળના ૪૦૦૦ જવાનો તૈનાત કરવામાં આવ્યાં છે.

(10:01 am IST)