Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

અયોધ્યા કેસઃ બે વિકલ્પ હજુય ખુલ્લા

પુનઃ વિચાર અરજી કરી શકાયઃ કયુરેટીવ અરજી પણ થઇ શકે

નવી દિલ્હી, તા.૯: અયોધ્યામાં રામ મંદિર વિવાદ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આજે આવશે. ચુકાદાને જોતા માત્ર ઉત્ત્।રપ્રદેશ જ નહીં પરંતુ દેશના કેટલાંય ભાગમાં સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત કરાયો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખતા આખી અયોધ્યા નગરીને છાવણીમાં ફેરવી દીધી છે. ચુકાદાને લઇ પ્રશાસન જયાં એકિટવ છે તો લોકોમાં એ વાતને લઇ કૂતુહલ છે કે ચુકાદો તેમના પક્ષમાં નહી આવે તો આગળનો રસ્તો શું હશે.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ જસ્ટિસ રંજન ગોગોઇના નેતૃત્વમાં પાંચ સભ્યવાળી બેન્ચે સતત ૪૦ દિવસ સુનવણી કરી. જસ્ટિસ રંજન ગોગોઇની આ બેન્ચમાં તેમના સિવાય જસ્ટિસ શરદ અરવિંદ બોબડે, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, અને જસ્ટિસ એસ અબ્દુલ નઝીર પર સામેલ રહ્યા. બેન્ચે આ કેસની સુનવણી ૬ ઓગસ્ટથી શરૂ કરી અને સુનવણી દરરોજ ચાલી, હવે તમામ ચુકાદાની રાહ જોઇ રહ્યા છે.

સુપ્રીમ કોર્ટ રામ મંદિર વિવાદ પર કંઇપણ ચુકાદો આપી શકે છે, એવામાં આગળની સ્થિતિ શું હશે. શું આ અંતિમ ચુકાદો હશે અને તમામ પક્ષોને આ ચુકાદા પર સહમતિ આપવી પડશે.

કોર્ટના ચુકાદા બાદ દરેક પક્ષની પાસે રિવ્યુ પિટીશન કરવાની તક રહેશે. કોઇપણ પક્ષકાર ચુકાદાને લઇ સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટીશન દાખલ કરી શકે છે તેના પર બેન્ચ સુનવણી કરી શકે છે. જો કે કોર્ટને એ નક્કી કરવું પડશે કે આ પુનર્વિચાર અરજીને કોર્ટમાં સાંભળવી કે પછી ચેમ્બરમાં સાંભળવી.

બેન્ચ પોતાના સ્તર પર જ આ અરજીને નકારી શકે છે અથવા તો પછી તેની ઉપર બેન્ચને સ્થળાંતરિત કરી શકે છે. જો કે કોર્ટના ચુકાદાના અત્યાર સુધીનો ઇતિહાસ બતાવે છે કે બેન્ચ પોતાના સ્તર પર જ અરજી પર ફેંસલો લઇ લે છે.

સુપ્રીમ કોર્ટની તરફથી પુનર્વિચાર અરજી પર ચુકાદો સાંભળ્યા બાદ પણ પક્ષકારોની પાસે બીજો એક વિકલ્પ હશે. કોર્ટના ચુકાદાની વિરૂદ્ઘ આ બીજો અને છેલ્લો વિકલ્પ છે જેને કયૂરેટિવ પિટીશન કહેવાય છે.

જો કે કયૂરેટિવ પિટીશન પુનર્વિચાર અરજીથી થોડો અલગ છે, તેમાં ચુકાદાની જગ્યાએ કેસમાં એ મુદ્દા કે વિષયોને ચિન્હિત કરવાના હોય છે જેમાં તેને લાગે છે કે આના પર ધ્યાન આપવાની જરૂર છે. આ કયૂરેટિવ પિટીશન પર પણ બેન્ચ સુનવણી કરી શકે છે અથવા તો પછી તેને રદ કરી શકે છે. આ સ્તર પર ચુકાદો થયા બાદ કેસ ખત્મ થઇ જાય છે અને જે પણ નિર્ણય આવે છે તે સર્વમાન્ય થઇ જાય છે.

ઇલહાબાદ હાઇકોર્ટની ૩ જજોની બેન્ચે અંદાજે ૯ વર્ષ પહેલાં ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૦ના રોજ પોતાના ચુકાદામાં કહ્યું હતુંલ કે ૨.૭૭ એકરની વિવાદાસ્પદ જમીનને ત્રણ પક્ષો (સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામ લલા વિરાજમાન)માં સરખા ભાગે વહેંચી દેવામાં આવે.

જો કે હાઇકોર્ટના નિર્ણયને કોઇપણ પક્ષે માન્ય નહીં અને તેની વિરૂદ્ઘ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો. સુપ્રીમ કોર્ટની તરફથી ૯મી  મે ૨૦૧૧ના રોજ ઇલહાબાદ હાઇકોર્ટના ચુકાદા પર પ્રતિબંધ મૂકી દેવાયો.

(10:01 am IST)