Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

ઝારખંડ ચૂંટણી માટે કોંગ્રેસ - જેએમએમ-આરજેડીમાં ગઠબંધનઃ ૩૧ સીટો પર લડશે કોંગ્રેસ

ઝારખંડમાં ૮૧ સીટો પર થનાર વિધાનસભા ચૂંટણી માટે શુક્રવારના ઝારખંડ મુકિત મોર્ચા (જેએમએમ) કોંગ્રેસ અને રાષ્‍ટ્રીય જનતાદળ ( આરજેડી) વચ્‍ચે ગઠબંધનની જાહેરાત થઇ છે. કોંગ્રેસ ૩૧, જેએમએમ-૪૩, અને આરજેડી ૭ સીટો પર ચૂંટણી લડશે.

                  રાજયમાં ૩૦ નવેમ્‍બર, ૭ ડિસેમ્‍બર, ૧ર ડિસેમ્‍બર, ૧૬ ડિસેમ્‍બર અને ર૦ ડીસેમ્‍બરના મતદાન થશે. ર૩ ડિસેમ્‍બરના રોજ મતગણતરી થશે.

(12:00 am IST)
  • ગોંડલ - જેતપુર નેશનલ હાઇવે પર અકસ્માત.:ચોરડી પાસેની ગોળાઈમાં આઇસર પલ્ટી ખાઈ ગયું : કોઈ જાનહાની નથી : ચોરડી પાસેની ગોળાઈમાં મસ મોટા ખાડા અને હાઇવેની લાઈટો બંધ હોવાથી આઇસર પલ્ટી માર્યું : આઇસર પલટી મારતા એક સાઈડનો રોડ વનવે થતા ટ્રાફિક જામ access_time 10:26 pm IST

  • સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ મુસ્લિમ પર્સનલ લો બોર્ડની પત્રકાર પરિષદ : વકીલો સાથે વાત કરીને આગળની રણનીતિ ઘડાશે : સુપ્રિમ કોર્ટના નિર્ણયનું સંપૂર્ણ સન્માન અમે કરીએ છીએ : મુસ્લિમ પર્સનલ લો બોર્ડ ચુકાદાથી સંતુષ્ટ નથી : કોઈપણ પ્રકારના ધરણા કે પ્રદર્શન કરીશુ નહિં : અમને ન્યાય મળ્યો નથીઃ અમે અપીલ કરીએ છીએ કે કોઈપણ પ્રદર્શન કરે નહિં: રીવ્યુ પીટીશન દાખલ કરવા વિચાર કરાશેઃ મસ્જીદને શીફટ કરી શકાય નહિં : ચુકાદામાં કેટલાક વિરોધાભાસ જોવા મળ્યો છે access_time 1:07 pm IST

  • સીડબલ્યુસી બેઠકમાં સુપ્રિમ કોર્ટનો ચુકાદો સર્વસંમતિથી પાસ : સુપ્રિમના ચુકાદાને કોંગ્રેસે આવકાર્યો access_time 1:06 pm IST