Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

ઈરાનમાં 5.9ની તીવ્રતાનો ભૂંકપ: પાંચ લોકોના મોત: 120 ઘાયલ

ઓછામાં ઓછા 30 ઘરો ધરાશાયી :ક્ષેત્રના 41 ગામોમાં રાહત અને બચાવ કામગીરી ચાલુ

 

તહેરાન : ઇરાનના ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રમાં રાત્રે આવેલાં ભૂકંપમાં પાંચ લોકોના મોત નિપજ્યા છે જયારે 120 લોકો ઘાયલ થયા છે. ઈરાની સીસ્મોલોજિકલ સેન્ટરના કહેવા મુજબ  ભૂંકપ પૂર્વ અઝરબૈઝન પ્રાંતના તબરીઝ શહેરથી 120 કિલોમીટર દૂર દક્ષિણ-પૂર્વમાં આવ્યો હતો.

 

   ભૂંકપ 'મધ્યમ' સ્તરનો હતો. જમીનની સપાટીથી આઠ કિલોમીટર ઊંડાઈએ ભૂંકપનું કેન્દ્ર હતું, ત્યારબાદ પાંચ આફ્ટરશોક્સ આવ્યા હતા.

 

  પ્રાંતીય ગર્વનર મોહમ્મદ રેઝા પૂરામોમ્મદીએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે, ભૂકંપના કારણે ઓછામાં ઓછા 30 ઘરો નષ્ટ થયા છે. ક્ષેત્રના 41 ગામોમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વએ એક ચેતવણી જાહેર કરીને કહ્યું છે કે, વ્યાપક નુકસાની થવાનો અંદાજ છે અને આફlવ્યાપક હોવાની શક્યતા છે. ઈરાન ભૌગોલિક રીતે એવી જગ્યાએ આવેલો દેશ છે, જ્યાં બે મેઈન ટેક્ટોનિક પ્લેટ મળે છે, જેના કારણે ભૂંકપના આંચકા વારંવાર આવે છે.

ઈરાને તાજેતરના દાયકાઓમાં મોટી કુદરતી આફતોનો સામનો કર્યો છે, જે અંતર્ગત પ્રાચીન શહેર બામમાં 2003માં આવેલાં ભૂંકપમાં ઓછામાં ઓછા 31000 લોકોના મોત થયા હતા

(1:07 am IST)