Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

અયોધ્યા મામલે ચુકાદો: ગુજરાતના પોલીસકર્મીની રજા રદ : તમામ પોલીસકર્મીઓની હાજર થવા આદેશ

અમદાવાદ સહિતના શહેરોમાં બંદોબસ્ત : એસઆરપી,અને આરએએફ ની ટુકડીઓ તૈનાત

અમદાવાદ :  અયોધ્યા મામલે સુપ્રીમકોર્ટ ચુકાદો આપશે ત્યારે દેશના સંવેદનશીલ વિસ્તારોમાં અલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. અયોધ્યા ચુકાદાને લઈ ગુજરાતના તમામ પોલીસકર્મીઓની રજાઓ રદ કરાઈ છે.

ગુજરાતના તમામ પોલીસ કર્મીઓની રજા કેન્સલ કરવામાં આવી છે એટલુ જ નહીં પરંતુ આર્મી અને બીજા સુરક્ષાદળોની પણ મદદ લેવામાં આવી છે. અયોધ્યાના જમીન વિવાદના ચુકાદાને લઈને તંત્ર એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

અમદાવાદ શહેરમાં ચુંસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. પોલીસ કમિશનરે સુરક્ષાને લઈને મહત્વના આદેશ આપ્યા છે. એસએઆરપી અને આરપીએફ ની ટુકડીઓ પણ તૈનાત રહેશે. વાહન ચેકીંગ અને સંવેદનશીલ વિસ્તારમાં બંદોબસ્ત રહેશે. અનિચ્છનીય ઘટના ના બને તેને લઈને પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. 
SRP અને RAF ની ટુકડીઓ તૈનાત રહશે. શહેરના સંવેદનશીલ વિસ્તારમાં બંદોબસ્ત રહેશે. અનિચ્છનીય ઘટના ના બને તેને લઈને ચુંસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. SCની આશરે 2 કીમી સુધી લોખંડી બંદોબસ્ત ગોઠવાશે.

(8:41 am IST)