Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

મુખ્યમંત્રી તો અમારો જ રહેશે : ઉદ્ધવની જાહેરાત

કોઈના આશીર્વાદની જરૂર નથી

મુંબઈ, તા. ૮ : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદને લઇને ખેંચતાણ જારી છે. મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યા બાદ ફડનવીસે શિવસેના અને તેના વડા ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કર્યા હતા ત્યારબાદ ઉદ્ધવે પણ વળતા પ્રહાર કર્યા છે. મુંબઈમાં સેના ભવનમાં પત્રકાર પરિષદ બોલાવીને શિવસેના પ્રમુખે સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે, સરકાર રચનાને લઇને શિવસેના અન્ય વિકલ્પોને લઇને ગંભીર છે. ભાજપ પર જુઠ્ઠાણાનો આક્ષેપ કરતા શિવસેનાએ કહ્યું હતું કે, તેઓએ પોતાના પિતા બાલાસાહેબને વચન આપ્યું હતું કે, એક દિવસે શિવસેનાના મુખ્યમંત્રી બનશે અને અમે વચન અદા કરીશું.

          હવે વચન પૂર્ણ કરવા માટે અમને અમિત શાહ કે ભાજપના આશીર્વાદની જરૂર નથી. તેમણે કહ્યું હતું કે, ભાજપના ખોટા નિવેદન આવી રહ્યા છે. શિવસેના પ્રમુખે કહ્યું હતું કે, ગઠબંધનની સરકાર બને છે કે કેમ તે બાબત ભાજપ ઉપર આધારિત રહેલી છે. ઉદ્ધવ ઠાકરે ફોન ઉપાડી રહ્યા નથી. ઉપરાંત મોદી ઉપર વ્યક્તિગત પ્રહારો પણ કરતા રહ્યા છે. ઉદ્ધવે કહ્યું હતુંકે, વડાપ્રધાન મોદી પર અંગતરીતે ક્યારે પ્રહાર કર્યા છે તે બાબતની સ્પષ્ટતા કરવી જોઇએ. મોદીની ક્યારે પણ વ્યક્તિગત ટીકા કરવામાં આવી નથી. મોદી તેમને નાના ભાઈ ગણે છે.

(9:24 pm IST)