Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

અભી બોલા અભી ફોક : કરતારપુર કોરિડોર મામલે પાકિસ્તાનનો એક વધુ પલટવાર : પ્રથમ દિવસે 20 ડોલર ફી નહીં લેવાનો નિર્ણય ફેરવ્યો

ઇસ્લામાબાદ : પાકિસ્તાન અભી બોલા અભી ફોક માં માહેર છે તેની પ્રતીતિ સમાન વધુ એક ઘટના બનવા પામી છે.કરતારપુર કોરિડોરના શ્રદ્ધાળુઓ પાસેથી પાસપોર્ટનો આગ્રહ નહીં રખાય તેવું કહ્યા પછી નિર્ણય ફેરવનાર અને પાસપોર્ટનો આગ્રહ રાખનાર આ દેશએ હવે પ્રથમ દિવસે  20 ડોલર ફી નહીં લેવાનો નિર્ણય પણ ફેરવ્યો છે.જે મુજબ આવતીકાલ 9 નવેમ્બરના રોજ કરતારપુર જનારા પ્રથમ જથ્થાના શ્રદ્ધાળુઓ પાસેથી પણ 20 ડોલર ફી વસુલ કરશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:21 pm IST)