Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

મહારાષ્ટ્રઃ હોર્સ ટ્રેડિંગની બીકે કોંગ્રેસના ધારાસભ્યોને જયપુર મોકલવાની કવાયત

મુંબઇ, તા.૮:મહારાષ્ટ વિધાનસભાની ચૂંટણીના પરિણામોને બે અઠવાડિયા થઈ ગયા હોવા છતાં પણ રાજયમાં સરકારની રચના અંગે કોઈ નિવેડો આવ્યો નથી. જો આજે મહારાષ્ટ્રમાં સરકાર રચવાની જાહેરાત ન થાય તો મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસએ રાજીનામુ સોંપવું પડે તેવી સ્થિતિ છે. આ સાથે ફડણવીસ સરકારી ગાડી બંગલો ખાલી કરી શકે છે. માહિતી મુજબ રાજયમાં શિવેસેના  અને ભાજપ વચ્ચે કોઈ પણ પ્રકારની સમજૂતી સધાઈ નથી. આ તમામ દ્યટનાક્રમ પર રાજયપાલ સતત નજર નાંખીને બેઠા છે. દરમિયાન કોંગ્રેસ દ્વારા તેમના ધારાસભ્યોને હોર્સ ટ્રેડિંગની  બીકે જયપુરની હોટલમાં શિફટ કરવાનો નિર્ણય લેવાયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, દક્ષિણપંથી નેતા સંભાજી ભીડે માતોશ્રી પહોંચી સેના સુપ્રીમો ઉદ્ઘવ ઠાકરે સાથે મુલાકાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ઠાકરે તેમને મળી શકયા નહોતા પરંતુ ભીડે તેમનો સંદેશ શિવસેનાના વડા સુધી પહોંચાડ્યો છે. આ તમામ ગતિવિધીઓની વચ્ચે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી મુંબઈ પહોંચ્યા છે અને તેઓ શિવસેના અને ભાજપ વચ્ચે કોકડું ગોઠવવાની કવાયત કરી કરી શકે છે.

(4:14 pm IST)