Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

''ગપ્પુ ભૈયા'' સુરક્ષીત રેલ યાત્રાની ટીપ્સ આપશેઃ એનીમેશન ફિલ્મની સીરીઝ લોન્ચ

રેલ્વે દ્વારા મુસાફરોની સલામતી માટે કાર્ટુન કેરેકટર બનાવાયુઃ દેશભરના મુખ્ય સ્ટેશનોમાં ૫૭ મીનીટની અલગ-અલગ વિષયની કાર્ટુન ફિલ્મો દર્શાવાશેઃ સોશ્યલ મીડિયામાં પણ મુકાશે : અજાણ્યા લોકો પાસેથી ખાવા-પીવાનું ન લેવા, સેલ્ફી-ફોટોગ્રાફીથી જોખમ, પાટા ઉપર ન ચાલવા, ડબ્બાની છત ઉપર બેસી મુસાફરી જીવલેણ બને, અજાણી વસ્તુને ન ઉપાડવા, ચાલતી ટ્રેનમાં ચડવા- ઉતરવાનું જોખમ જેવા વિષયોની એનીમેટેડ ફિલ્મથી લોકોમાં જાગૃતતા ફેલાવાશે

નવી દિલ્હીઃ  રેલ્વે મુસાફરોને હવે ''ગપ્પુ ભૈયા'' સુરક્ષીત સફરની રીત બતાવશેે રેલ્વે દ્વારા સામાન્ય લોકોને સમજાવવા માટે ''ગપ્પુ ભૈયા''  નામનું કાર્ટુન કેરેકટર લોન્ચ કર્યુ છે. જેની અલગ-અલગ ૯ એનીમેશન ફિલ્મની સીરીઝ તૈયાર કરવામાં આવી છે. ફિલ્મ દ્વારા વિભિન્ન જોખમોથી લોકોને સાવચેત કરાશે.

રેલ્વે બોર્ડના નોર્દન સેન્ટ્રલ રેલ્વે (એનસીઆર) દ્વારા બુધવારે લોન્ચ કરાયેલ ''ગપ્પુ ભૈયા'' ની સીરીઝને બધા મુખ્ય સ્ટેશનોએ પ્રદર્શીત કરાશે. ટ્રેનમાં સફર દરમિયાન યાત્રીઓની બેકાળજીના કારણે કેટલાક અકસ્માતો થાય છે. રેલ્વે દ્વારા આ બનાવો ઘટાડવા માટે આ કેરેકટર લોન્ચ કર્યું  છે. રેલ્વે અધિકારીઓ મુજબ લોકો ભલે સ્ક્રીન ઉપર સાધારણ ફિલ્મ ઉપર ધ્યાન ન આપે, પણ કાર્ટુન ઉપર જરૂર ધ્યાન આપશે.

આ એનિમેશન ફિલ્મ પ્રમુખ રેલ્વે સ્ટેશનોની સ્ક્રીનમાં અને સોશ્યલ મીડિયામાં ચલાવવા નિર્ણય લેવાયો છે. જેથી વધુમાં વધુ લોકો સુધી કાળજીનો મેસેજ પહોંચી શકે. બધી ફિલ્મો ૫૭ મીનીટની છે. જેથી વધુમાં વધુ લોકો સુધી કાળજીનો મેસેજ પહોંચી શકે.

બધી  ફિલ્મો ૫૭ મીનીટની છે. જેમાં (૧) સફર દરમિયાન અજાણ્યા લોકો પાસેથી ખાવા-પીવાની ચીજો લેવાની જાન જોખમમાં મુકાઇ શકે છે.

(૨)  જવલનશીલ વસ્તુ સાથે યાત્રા કરવાથી હાદસો થઇ શકે છે. (૩) સેલ્ફી કે ફોટોગ્રાફીનું ઝનુન જીવલેણ થઇ શકે છે. (૪) અકસેલેટર ઉપર ઉંધુ ઉતરવાનું નાટક જોખમી બની શકે છે. (૫) ટ્રેનની છત ઉપર  બેસી મુસાફરી ન કરવી કરંટ લાગવાથી જીવ જઇ શકે છે. (૬) ચાલતી ટ્રેનમાં ચઢવા-ઉતરવાની કલાબાજી ન કરવી (૭) સ્ટેશન કે પ્લેટફોર્મ ઉપર કોઇપણ અજાણી વસ્તુને અડવુ નુકશાન કારણ બની શકે (૮) પાટા ઉપર ચાલવુ અને પ્લેટફોર્મ ઓળંગવુ જોખમકારક છે. (૯) દરવાજા ઉપર લટકીને સફર કરવી બનાવને આમંત્રણ આપવા જેવુ  (૧૦) ફાટક વગરના રેલ્વે ક્રોસીંગને પાર ન કરવું જેવા વિષયો દ્વારા ''ગપ્પુ ભૈયા''  યાત્રિઓને સુરક્ષીત યાત્રાનો સંદેશ આપશે.

(4:13 pm IST)
  • સીડબલ્યુસી બેઠકમાં સુપ્રિમ કોર્ટનો ચુકાદો સર્વસંમતિથી પાસ : સુપ્રિમના ચુકાદાને કોંગ્રેસે આવકાર્યો access_time 1:06 pm IST

  • દાવો રદ થવાનો કોઇ અફસોસ નથીઃ નિર્મોહી અખાડા :આજે સુપ્રિમ કોર્ટે અયોધ્યા મામલે ચુકાદા દરમિયાન નિર્મોહી અખાડાનો વિવાદીત જગ્યા અંગેનો માલીકી હકક અંગેનો દાવો રદ કર્યો હતો. નિર્મોહી અખાડાના વરિષ્ઠ સંત મહંત ધર્મદાસજીએ જણાવેલ કે વિવાદીત સ્થળનો અમારો દાવો રદ થતા કોઇ અફસોસ નથી, કેમ કે તે પણ રામલલાનો પક્ષ લઇ રહયો હતો. સુપ્રિમકોર્ટે રામલલાના પક્ષને મજબુત માન્યો છે જેથી નિર્મોહી અખાડાનો હેતુ પુર્ણ થયો છે. access_time 3:25 pm IST

  • મહા ભયંકર રૂપ ધારણ કરેલ બુલબુલ વાવાઝોડુ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશને સમુદ્ર કાંઠે થી આજે રાત્રે પસાર થશે. :કાંઠાના વિસ્તાર માંથી સવા લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાંઆવ્યા નું મુખ્યમંત્રી મમતા બેનર્જી એ જણાવ્યું છે. પશ્ચિમ બંગાળના દીઘાથી ૯૦ કિલોમીટર અને ઓડિશાના પારાદીપ થી 140 કિલોમીટર દૂર બંગાળના અખાતમાં વાવાઝોડું ધસમસતુ આવી રહ્યું છે આજે સાંજે છ વાગ્યાથી કલકત્તા એરપોર્ટ પર તમામ કાર્યવાહીઓ થંભાવી દેવામાં આવી છે access_time 6:19 pm IST