Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

અડવાણીજીને શુભેચ્છા પાઠવતા વૈકેંયાજી- નરેન્દ્રભાઈ- અમિતભાઈ- નડડાજી

ભાજપના વરિષ્ઠ નેતા, પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ, પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીજીનો આજે ૯૨મો જન્મદિવસ છે. આજે તેમના નિવાસસ્થાને ઉપરાષ્ટ્રપતિ વૈકેંયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ, ગૃહમંત્રી અમિતભાઈ અને ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડડાએ જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. અડવાણીજીએ ભાજપને બે બેઠકમાંથી આજે ૩૦૦ ઉપર બેઠકો અપાવવામાં સિંહ ફાળો આપ્યો છે. નેતાઓએ અડવાણીજીને નિરોગી સ્વાસ્થ્ય અને દીર્ધાયુની શુભેચ્છા પાઠવી હતી.

(3:52 pm IST)
  • એક શબ્દની જરૂર નથી,માત્ર આ તસ્વીર જ બધું કહી દે છે : ઇન્ડિયા ટીવીના સિનિયર એડિટર શ્રી રાજીવ ચોપરાએ કરેલ લાજવાબ ટ્વીટ access_time 7:21 pm IST

  • આજ નો દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખવામાં આવશે : શિવ સેના ના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે કહ્યું હતું કે દરેક સુપ્રીમ કોર્ટનો ચુકાદો સ્વીકાર્ય છે. હું ૨૪ નવેમ્બરે અયોધ્યા ની મુલાકાતે જઈશ ઉદ્ભવ ઠાકરે a કહ્યું હતું કે હું એલ કે અડવાણી ને મળવા પણ જઈશ અને તેમને અભિનંદન આપીશ તેઓએ આ કાર્ય માટે રથયાત્રા કાઢી હતી હું ચોક્કસ તેમને મળી અને આશીર્વાદ લઈશ access_time 6:31 pm IST

  • સુરતમાં ધોધમાર વરસાદ: સુરતમાં અત્યારે રાત્રે આઠ વાગે ડુમ્મસ રોડ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યાંનું સુરતથી કુશલ ઠક્કર જણાવે છે access_time 8:31 pm IST