Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

SBIના કરોડો ગ્રાહકોને ઝાટકોઃ ફરી થાપણ પરના વ્યાજ ઘટાડયા : લોન થઇ ગઇ સસ્તી

૧૦મીથી અમલઃ ૦.૧૫ટકાથી ૦.૭૫ ટકા સુધીનો વ્યાજદરમાં ઘટાડો : બેંકે ૭મી વખત થાપણના વ્યાજદર ઘટાડયા

નવી દિલ્હી,તા.૮: દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઇએ ગ્રાહકોને ઝટકો આપ્યો છે. એસબીઆઇએ રીટેલ ટર્મ ડીપોઝીટ એટલે કે ફિક્ષ ડિપોઝીટ અને બલ્ડ ટર્મ ડિપોઝિટ પર મળતા વ્યાજમાં ઘટાડલ કર્યો છે. એફડી પર વ્યાજદરમાં ૧૫ બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. આ ટર્મ ડિપોઝિટની મર્યાદા એક વર્ષથી બે વર્ષ સુધીની છે. બીજીબાજુ બલ્ડ ટર્મ ડિપોઝિટ પર વ્યાજદરમાં ૩૦ થી ૭૫ બેસિસ પોઇન્ટ ઘટાડો કરવામાં આવ્યો છે. નવા દર ૧૦ નવેમ્બર ૨૦૧૯થી લાગુ થઇ રહ્યા છે.

વધુમાં ઉમેર્યું કે રિકરિંગ ડિપોઝિટ પર સામાન્ય નાગરિકોને ૬.૨૫થી ૬.૪૦ ટકા વ્યાજ મળી રહ્યું છે. બીજીબાજુ વરિષ્ઠ નાગરીકો માટે આદર ૬.૭૫ થી ૬.૯૦ ટકા છે. એસબીઆઇએ ૭થી ૪૫ દિવસ માટેની એફડી પર ૪.૫૦ ટકા વ્યાજ આપવાનું એલાન કર્યું છે. આવી જ રીતે ૪૬ દિવસેથી ૧૭૯ દિવસે માટે એફડી પર ૫. ૮૦ ટકા વ્યાજ મળશે. જ્યારે ૧ વર્ષ સુધી એફડી પર બેંક ૬.૮૦ ટકા વ્યાજ આપશે.

જો ૧ વર્ષથી ૨ વર્ષ સુધીની વાત કરીએ તો એફડી પર ૬.૨૫ ટકાનું વ્યાજ મળશે. જ્યારે ૨ વર્ષથી ૩ વર્ષથી ૫ વર્ષથી અને ૧૦ વર્ષથી માટેની એફડી પર બેંક ૬.૨૫ ટકા વ્યાજ આપશે

એવી જ રીતે સીનીયર સીટીઝમ માટે પણ  એફડી વ્યાજદરોમાં ઘટાડો કરવામાં આવ્યો બેંક સીનીયર સીટીઝનને ૭-૪૫ દિવસ સુધીની ડિપોઝિટ પર ૫.૦૦ ટકા વ્યાજ મળશે. બીજી બાજુ ૧ વર્ષથી ૨ વર્ષથી ૩ વર્ષથી ૫ વર્ષથી અને ૧૦ વર્ષથી માટેની એફડી પર બેંક સિનિયર સિટિઝનને ૬.૭૫ ટકા વ્યાજ આપશે.

ઉલ્લેખનીય છે કે એસબીઆઇએ હાલના નાણાકીય વર્ષ પહેલા ૮ મહીનામાં ૭મી વાર વ્યાજદરો ઘટાડયા છે.એસબીઆઇના એફડી નવા દરો ૧૦ નવેમ્બર ૨૦૧૯થી લાગુ થશે. જો કે એસબીઆઇ હોમ અથવા ઓટો લોન લેનારા ગ્રાહકોને રાહત પણ આપી છે. બેંકના માર્જિનલ લેંડિગ રેટ એટલે કે એમસીએલઆરને ઘટાડી દિધા છે.

(3:17 pm IST)