Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

બેન્કોની દાદાગીરીઃ કરન્ટ એકાઉન્ટમાં રૂ.૨૫ હજાર સુધીનું બેલેન્સ રાખવા દબાણ

અમદાવાદ, તા.૮: વ્યાપાર અને ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ ફરજીયાત રીતે બેંકમાં કરન્ટ એકાઉન્ટ ખોલાવવું પડે છે અને તેના માટે મોટા ભાગની બેંકો દ્વારા મીનીમમ બેલેન્સ તરીકે રૂ. ૧૦,૦૦૦થી માંડીને રૂ. ૨૫ હજાર જેટલી રકમની ફરજીયાત માંગણી કરતી હોય છે તેમજ વખાના માર્યા વેપારીઓને ભારે નાણાકીય ખેંચતાણ વચ્ચે આટલી મોટી રકમ ફરજીયાત બ્લોક કરી રાખવી પડે છે. ત્યારે પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા માત્ર રૂ. એક હજારની મીનીમમ રકમ દ્વારા જ આવું કરન્ટ એકાઉન્ટ ખોલવામાં આવી રહ્યું છે. જેલો લાભ હવે વેપારીઓ દ્વારા મોટેભાગે લેવાનું શરુ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં જીએસટી હેઠળ નવ લાખ જેટલા અંદાજીત વેપારીઓ- કંપનીઓ નોધાયેલી છે. આ તમામ દ્વારા ખોલવામાં આવેલા કરન્ટ એકાઉન્ટમા વધારે નહી તો પણ સરેરાશ રૂ. દસ હજારની મીનીમમ બેલેન્સની રકમની ગણતરી કરવામાં આવે તો પણ વેપારીઓના સરેરાશ નેવું અબજ રૂપિયા બેન્કોમાં બ્લોક થઇ ગયા છે. જેના ઉપર કોઈ વ્યાજની આવક પણ થતી નથી. વ્યકિતગત રીતે નાની લગતી આ રકમને જો સામુહિક રીતે ગણતરીમાં લેવામાં આવે તો આ આંકડો દ્યણો મોટો અને નજરે ચઢે તેવો છે. જેનો ઉપયોગ માત્ર બેંકો પોતાના જ ફાયદા માટે કરે છે.

જો કે, કેટલીક બેંકો મેટ્રો શહેર તેમજ ટાઉન અને રૂરલ માટે આ કરન્ટ એકાઉન્ટમા મીનીમમ બેલેન્સના દરો અલગ અલગ પણ રાખે છે. આઈડીએફસી બેંક દ્વારા કરન્ટ એકાઉન્ટ માટેનો મીનીમમ બેલેન્સનો દર સૌથી ઉંચો એટલે કે રૂ. ૨૫ હજારનો રાખવામાં આવ્યો છે. તેની સામે સહકારી બેન્કોનો દર દ્યણો જ ઓછો છે. જયારે નવી શરુ થયેલી પોસ્ટ પેમેન્ટ બેન્કનો મીનીમમ બેલેન્સનો દર સૌથી ઓછો એટલે કે માત્ર એક હજાર રૂપિયા જ રાખવામાં આવતા વેપારીઓ આવા ખાતા તરફ આકર્ષાઈ રહ્યા છે.

ક્રમ

બેન્કનું નાંમ

મીનીમમ બેલેન્સ

આઇડીએફસી

૨૫,૦૦૦

૨.

એસ.બી.આઈ.

૧૦,૦૦૦

૩.

આઇડીબીઆઈ

૧૦,૦૦૦

૪.

પી.એન.બી.

૧૦,૦૦૦

૫.

એકસીસ બેન્ક

૧૦,૦૦૦

૬.

બેંક ઓફ બરોડા

૨૫૦૦

૭.

એચડીએફસી

૧૦,૦૦૦

૮.

કાલુપુર કોમ.

૫,૦૦૦

૯.

કોસમોસ

૫,૦૦૦

૧૦.

નુતન નાગરિક

૨,૦૦૦

૧૧.

આઈસીઆઈસીઆઈ

૨૫,૦૦૦

૧૨.

પોસ્ટલ પેમેન્ટ બેંક

૧,૦૦૦

(1:00 pm IST)
  • ઇમરાનખાન રાજીનામુ આપે અથવા ત્રણ મહિનામાં સામાન્ય ચૂંટણી કરાવે : મૌલાનાએ રાખી શરત : મૌલાના ફૈઝલે પંજાબ વિધાનસભાના સ્પીકર ચૌધરી પરવેઝ ઇલાહી મારફત ઇમરાન અને સરકારની સમિતિને મોકલ્યો સંદેશ : મૌલાનાએ કહ્યું કે જો પીએમનું રાજીનામુ સંભવ નથી તો ત્રણ મહિનાની અંદર નવેસરથી સામાન્ય ચૂંટણી કરવો : સરકાર પાસે આ જ બે વિકલ્પ છે જેમાંથી કોઈ એકની પસંદગી કરવી પડશે access_time 1:15 am IST

  • સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ મુસ્લિમ પર્સનલ લો બોર્ડની પત્રકાર પરિષદ : વકીલો સાથે વાત કરીને આગળની રણનીતિ ઘડાશે : સુપ્રિમ કોર્ટના નિર્ણયનું સંપૂર્ણ સન્માન અમે કરીએ છીએ : મુસ્લિમ પર્સનલ લો બોર્ડ ચુકાદાથી સંતુષ્ટ નથી : કોઈપણ પ્રકારના ધરણા કે પ્રદર્શન કરીશુ નહિં : અમને ન્યાય મળ્યો નથીઃ અમે અપીલ કરીએ છીએ કે કોઈપણ પ્રદર્શન કરે નહિં: રીવ્યુ પીટીશન દાખલ કરવા વિચાર કરાશેઃ મસ્જીદને શીફટ કરી શકાય નહિં : ચુકાદામાં કેટલાક વિરોધાભાસ જોવા મળ્યો છે access_time 1:07 pm IST

  • અજમેર દરગાહના દિવાને સુપ્રીમના ફેંસલાનું સ્વાગત કર્યું : અયોધ્યા જમીન વિવાદમાં આવેલા નિર્ણયને રાજસ્થાનના અજમેરમાં આવેલ હજરત ખ્વાઝા મોઇનુદ્દીન હસન ચિશ્તીની દરગાહના દીવાને સ્વાગત કર્યું છે. સાથે જ તેઓએ લોકોને શાંતિ અને સદ્ભાવ બનાવી રાખવાની અપીલ કરી છે. access_time 3:24 pm IST