Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

મહારાષ્ટ્રમાં હોર્સ ટ્રેડિંગથી બીકે કોંગ્રેસ પણ ફફડ્યું : કોંગ્રેસ ધારાસભ્યોને જયપુર હોટલમાં શિફ્ટ કરશે

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી મુંબઈ પહોંચ્યા

મુંબઈ : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ સરકારની રચના અંગે કોઈ નિવેડો આવ્યો નથી. સરકાર રચવાની જાહેરાત ન થાય તો મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને રાજીનામુ સોંપવું પડે તેવી સ્થિતિ છે. આ સાથે ફડણવીસ સરકારી ગાડી બંગલો ખાલી કરી શકે છે.

  હજુ સુધી રાજ્યમાં ભાજપ અને શિવસેના વચ્ચે સમજૂતી થઇ શકી નથી આ તમામ ઘટનાક્રમ પર રાજ્યપાલ સતત નજર નાંખીને બેઠા છે. દરમિયાન કૉંગ્રેસ દ્વારા તેમના ધારાસભ્યોને હૉર્સ ટ્રેડિંગની બીકે જયપુરની હોટલમાં શિફ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે.

 મીડિયાના અહેવાલો મુજબ, દક્ષિણપંથી નેતા સંભાજી ભીડે માતોશ્રી પહોંચી સેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ઠાકરે તેમને મળી શક્યા નહોતા પરંતુ ભીડે તેમનો સંદેશ શિવસેનાના વડા સુધી પહોંચાડ્યો છે. આ તમામ ગતિવિધીઓની વચ્ચે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી મુંબઈ પહોંચ્યા છે અને તેઓ શિવસેના અને ભાજપ વચ્ચે કોકડું ગોઠવવાની કવાયત કરી કરી શકે છે.

(12:52 pm IST)
  • મહારાષ્ટ્ના મુખ્યમંત્રી પદે શિવ સૈનિકની વરણીના સપનાને સાકાર કરવા મારે ભારતીય જનતા પાર્ટીના સમર્થન કે આશીર્વાદની જરૂર નથી ઉદ્ધવ ઠાકરેની પત્રકાર પરિષદ ચાલુ access_time 6:47 pm IST

  • એક શબ્દની જરૂર નથી,માત્ર આ તસ્વીર જ બધું કહી દે છે : ઇન્ડિયા ટીવીના સિનિયર એડિટર શ્રી રાજીવ ચોપરાએ કરેલ લાજવાબ ટ્વીટ access_time 7:21 pm IST

  • વર્લ્ડ ટી-૨૦માં પોતાનો રોલ સમજીને તેણે વધુ ધ્યાન આપવુ જોઈએ : રિષભ પંતને સલાહ આપતા કુમાર સંગકારાએ કહ્યુ... access_time 1:06 pm IST