Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

નોટબંધી એ દેશની અર્થવ્યવસ્થાને બગાડનાર આપત્તિ :'તુગલકી' પગલાની જવાબદારી કોણ લેશે?: પ્રિયંકા ગાંધીના આકરા પ્રહાર

'બધાં રોગો માટેનો ઇલાજ નોટબંધી' ના બધા દાવા એક પછી એક તૂટી પડ્યાં

નવી દિલ્હી : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ  મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, નોટબંધી એ દેશની અર્થવ્યવસ્થાને બગાડનાર આપત્તિ સાબિત થઈ છે. 8 નવેમ્બરના રોજ, નોટબંધીના ત્રણ વર્ષ પૂર્ણ કરવા પ્રસંગે પ્રિયંકાએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

 અત્રે ઉલ્લેખનીય છે કે 8 નવેમ્બર, 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી.

   પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું છે કે નોટબંધીને ત્રણ વર્ષ થયા છે. સરકાર અને તેના મંત્રીઓ તરફથી કરવામાં આવતા 'બધાં રોગો માટેનો ઇલાજ નોટબંધી' ના બધા દાવા એક પછી એક તૂટી પડ્યાં. નોટબંધી એક આપત્તિ સાબિત થઈ જેણે આપણું અર્થતંત્ર બગાડ્યું. હવે આ 'તુગલકી' પગલાની જવાબદારી કોણ લેશે?

(12:10 pm IST)