Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

મા-બાપનું ધ્યાન ન રાખનારને છ મહિનાની જેલ

દસ વર્ષ જુના કાયદામાં ફેરફારની તૈયારીમાં છે સરકારઃ નવા કાયદા અનુસાર જમાઇ, પૌત્ર, ભાણેજ પાસે પણ ભરણપોષણ માગી શકાશે

નવી દિલ્હી,તા.૮:વૃધ્ધોના ભરણપોષણ અંગેના કાયદાએ સરકાર વધુ કડક બનાવશે. તેના હેઠળ બુઝર્ગ મા બાપનું ધ્યાન ન રાખવા માટે ૬ મહીના સુધીની જેલ પણ થઇ શકે છે. અત્યારના વર્તમાન કાયદાના ફકત ત્રણ મહિનાની સજાની જ જોગવાઇ છે. આ સાથે જ વૃધ્ધોની સુરક્ષાનો પણ પુરો ખ્યાલ રાખવામાં આવ્યો છે.

દરેક પોલીસ સ્ટેશનમાં એએસઆઇ રેંકના એક પોલિસ અધિકારને તૈનાત કરવાની જોગવાઇ કરવામાં આવી છે. હાલમૉ દેશમાં લગભગ ૧૧ કરોડ વૃધ્ધો છે, ૨૦૫૦ સુધીમાં તેમની વસ્તી લગભગ ૩૩ કરોડ થઇ જશે. તેમની સાથે દુવ્યવહાર અને તેમને છોડી  દેવાના કિસ્સોઓ પણ ઝડપભેર વધી રહ્યા છે. આ જ કારણ છે કે સામાજિક ન્યાય મંત્રાલયે લાંબી વિચારણા પછી દસ વષથી જુના કાયદામાં ફેરફારની તૈયારી કરી લીધી છે. સંસદના ૧૮ નવેમ્બરથી શરૂ થનાર શિયાળુ સત્રમાં સરકાર તરફથી મુકાનાર પ્રસ્તાવિત બીલોમાં તેને સામેલ કરાયું છે.

માતા-પિતા અને વૃધ્ધોની દેખરેખ અંગેના હાલનો કાયદો ૨૦૦૭માં તૈયાર કરાયો હતો. નવા પ્રસ્તાવિત બિલ અનુસાર, માતા પિતા હવે પોતાના બાળકો પાસેથી જ ભરતપોષણનું ભથ્થુ મેળવવા હક્કદાર નહીં થાય પણ હવે તે પોતાના પૌત્ર, ભાણેજ જમાઇ અથવા અન્ય કોઇ પણ સગો જે તેની મિલ્કત માટે હક્કદાર હશે તે બધા સામે તે ભરણપોષણનો દાવો કરી શકશે. જુના કાયદાની દસ હજાર રૂપિયા સુધીની ભરણપોષણ માગવા વૃધ્ધો હક્કદાર થશે. એટલે કે પુત્ર અથવા સગાઓની આવક કરોડોની હશે તો ભથ્થુ પણ તેના આધારે નક્કી થશે. નવા કાયદામાં વૃધ્ધાશ્રમોને પણ સામેલ કરવામાં આવ્યા છે.જેમાં હવે તેમને અનુકુળ એવી બધી સુવિધાઓ રાખવી જરૂરી બનશે.

(11:20 am IST)