Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

કરતારપુરઃ ભાજપના સાંસદ અને એકટર સની દેઓલ પણ જશે પાકિસ્તાન

કરતારપુર જનારા પ્રથમ જથ્થામાં પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહ સિત તેમનું આખું કેબિનેટ શામેલ હશે

ગુરદાસપુર, તા.૮: કરતારપુર સાહિબના દર્શન માટે જનારા પ્રથમ જથ્થા ગુરદાસપુરના સાંસદ અને ફિલ્મ અભિનેતા સની દેઓલ પણ શામેલ હશે. પંજાબના મુખ્યમંત્રીની ઓફિસે ગુરુવારે આ અંગે જણાવ્યું કે, સની દેઓલ કરતારપુર કોરિડોરના ઉદઘાટન બાદ પાકિસ્તાન જનારા પ્રથમ જથ્થામાં શામેલ હશે. સત્તાવાર જાણકારી અનુસાર, કરતારપુર જનારા પ્રથમ જથ્થામાં કુલ ૬૭૦ લોકો શામેલ થશે. સનીએ પણ આ નિર્ણય પર ખુશી જાહેર કરતા કહ્યું કે, ગુરદાસપુર તેમનો વિસ્તાર છે અને તેમનું ઘર પણ છે. આવામાં તે પાકિસ્તાન નહીં જાય તો કોણ જશે?

કરતારપુર જનારા પ્રથમ જથ્થામાં પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહ સિત તેમનું આખું કેબિનેટ શામેલ હશે. જણાવી દઈએ કે, ૯ નવેમ્બરે કરતારપુર કોરિડોરનું ઉદઘાટન કરવામાં આવશે. પાકિસ્તાને આના માટે કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ઘૂને પણ આમંત્રણ મોકલ્યું છે, જેને તેમણે સ્વીકારું લીધું છે. પાકિસ્તાને સિદ્ઘૂને વીઝા આપતા કરતારપુર આવવાની પરવાનગી આપી દીધી છે. આ ઉપરાંત ભારત તરફથી પણ સિદ્ઘૂને પાકિસ્તાન જવાની રાજકીય મંજૂરી આપી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, સિખોના પ્રથમ ગુરુ ગુરુનાનક દેવને કરતારપુરમાં પોતાના જીવનના ૧૮ વર્ષ વિતાવ્યા હતા. ૧૨ નવેમ્બરે ગુરુ નાનકનું ૫૫૦મું પ્રકાશોત્સવ ઉજવવામાં આવશે. શ્રી કરતારપુર સાહિબ ગુરુદ્વારાને પ્રથમ ગુરુદ્વારો માનવામાં આવશે જેનો પાયો ગુરુ નાનક દેવે મૂકયો હતો. જોકે, બાદમાં રાવી નદીમાં પૂર આવતા તે વહી ગયો હતો. ત્યારબાદ વર્તમાન ગુરુદ્વારો મહારાજા રંજીત સિંહે બનાવ્યો હતો.

(10:34 am IST)