Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

ભાજપના ધારાસભ્યએ દક્ષિણા નહીં આપતા સાધુ-સંતો રોષે ભરાયાઃ ઘર બહાર હોબાળો કર્યો

સાધુ-સંતો ભાજપના ધારાસભ્ય રમેશ મેંદોલાના ઘરની ધરણા પર બેસ્યા

નવી દિલ્હી, તા.૮: ઇન્દોર વિધાનસભા બેઠક પરથી સતત ત્રણ વખત જીત મેળવનારા ભાજપના ધારાસભ્ય રમેશ મેંદોલાના ઘરની બહાર હજારો સાધુ-સંતો ધરણા કરી રહ્યા છે. આ ધરણા પાછળનું કારણ એ છે કે પૂજા કર્યા બાદ સાધુ-સંતોને દક્ષિણા આપવામાં આવી નહતી.

ભાજપના ધારાસભ્ય મેંદોલા દરેક વર્ષે તેમની માતાની પુણ્યતિથિ નિમિત્ત્।ે ભાજન સંધ્યાનું આયોજન કરે છે. જેના માટે દૂર-દૂરથી સાધુ-સંતોને બોલાવવામાં આવે છે. દર વર્ષે આ સંતોને કાર્યક્રમના સમાપન બાદ દક્ષિણા આપવામાં આવે છે. પરંતુ આ વખતે તેમને દક્ષિણા આપવામાં આવી નહતી, જેને કારણે સાધુ ભડકી ગયા હતા અને ધરણા પર બેસી ગયા છે.

દક્ષિણા નહીં મળતા સાધુ-સંતો ગુસ્સે થઇ ગયા હતા અને હોબાળો કરવાનો શરૂ કરી દીધો હતો. કેટલાક લોકોએ સાધુઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સાધુઓ કોઇ વાત સાંભળવા તૈયાર નથી. સાધુઓએ આક્ષેપ કર્યો હતો કે તેમને ધક્કા માર્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે.

નોંધનીય છે કે, ભાજપના ધારાસભ્ય શહેરમાં 'દાદા દયાળુ'ના નામે ઓળખાય છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, તેમના ક્ષેત્રની પ્રજા માટે તેઓ હંમેશા હાજર રહે છે.  મેંદોલા વધારે બોલતા નથી પરંતુ તેમનું કામ બોલે છે. જે પણ તેમની પાસે મદદ માટે આવે છે તે ખાલી હાથે પાછો જતો નથી.

(10:34 am IST)