Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

બિહારમાં વધતા વાયુ પ્રદુષણને કારણે ડીઝલથી ચાલતી ઓટો પર પ્રતિબંધ મુકવા લેવાયો નિર્ણંય

વર્ષ 2021થી ક્રમબદ્ધ રીતે ડીઝલથી ચાલતી ઓટો પર પ્રતિબંધ લગાવવાના પ્રસ્તાવને મંજુરી

પટના : બિહારમાં વધતા વાયુ પ્રદુષણને પગલે બિહાર સરકારે ડીઝલથી ચાલતી ઓટો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. બિહાર મંત્રીમંડળની બેઠકમાં વર્ષ 2021થી ક્રમબદ્ધ રીતે પટના અને તેની આસપાસના વિસ્તારોમાં ડીઝલથી ચાલતી ઓટો પર પ્રતિબંધ મુકવાના પ્રસ્તાવને મંજુરી અપાઈ છે 

  બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની અધ્યક્ષતામાં આયોજિત મંત્રીમંડળની બેઠકમાં કુલ 12 પ્રસ્તાવોને મંજુરી આપવામાં આવી છે.

  બેઠક બાદ પરિવહન વિભાગના સચિવ સંજય કુમાર અગ્રવાલે જણાવ્યું કે બેઠકમાં પરિવહન વિભાગ અંતર્ગત શહેરી ક્ષેત્રની એમ્બિયન્ટ એયર ક્વોલિટીમાં સુધાર અને પ્રદુષણ રહિત વાહનવ્યવહાર માટે ક્રમબદ્ધ તરીકે પ્રતિબંધ લગાવવાની મંજુરી અપાઇ છે. 31 જાન્યુઆરી, 2021ની મધ્ય રાત્રિથી પટના નગર નિગમ તથા 31 માર્ચની મધ્ય રાત્રિથી દાનાપુર નગર પરિષદ, ફુલવારીશરીફ નગર પરિષદ, ખગૌલ નગર પરિષદ ક્ષેત્રમાં ડીઝલથી ચાલતી ઓટો પર પ્રતિબંધ લગાવવાના પ્રસ્તાવને મંજુરી અપાઇ છે.

   એમણે કહ્યું કે આ ક્ષેત્રોમાં સીએનજીથી ચાલતી અને બેટરી વાળા વાહનોના પરિવહનને પ્રોત્સાહન આપવા માટે 'બિહાર સ્વચ્છ ઇંધણ યોજના, 2019' ને પણ સ્વીકૃતિ આપવામાં આવી છે.

(12:53 am IST)