Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

યુ.એસ.માં જયોર્જીયાના જોહન્સ ક્રિક સીટી કાઉન્સીલની ચૂંટણીમાં ઇન્ડિયન અમેરિકન શ્રી દિલીપ ટુન્કી બીજા ક્રમેઃ ૩ પ્રતિસ્પર્ધીઓ પૈકી કોઇને પણ ૫૦ ટકા ઉપર મતો નહીં મળતા આખરી તથા ફેર ચૂંટણી ૩ ડિસેં.૨૦૧૯ના રોજ

જયોર્જીયાઃ યુ.એસ.ના જયોર્જીયામાં આવેલા જોહન્સ ક્રિક સીટી કાઉન્સીલની ચૂંટણીમાં ઇન્ડિયન અમેરિકન બિઝમેન શ્રી દિલીપ ટુન્કીએ ૩૦ ટકા એટલે કે ૨૧૬૦ મેળવ્યા છે. જયારે તેમના પ્રતિસ્પર્ધીઓ બ્રાયન વિવરએ ૪૫ ટકા ટકા એટલે કે ૩૨૫૩ મતો તથા ત્રીજા ઉમેદવાર રોઇસ રેનેકએ ૨૩ ટકા એટલે કે ૧૯૯૬ મતો મેળવ્યા છે. આમ આ ત્રણે ઉમેદવારોમાંથી કોઇને પણ ૫૦ ટકા ઉપર મતો નહીં મળતા આગામી ૩ ડિસેં.૨૦૧૯ના રોજ આખરી તથા ફેર ચૂંટણી યોજાશે. જેમાં શ્રી દિલીપએ

પોતાના સમર્થકોને હાલના બીજા ક્રમે પહોંચાડવા બદલ આભાર માની પ્રથમ ક્રમે ચૂંટી કાઢવા અનુરોધ કર્યો છે.

(7:47 pm IST)